વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ તથા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાનું ડાંગના પ્રવેશદ્વાર ભેંસકાતરી ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  તા: ૨૯: ‘મેઘ મલ્હાર પર્વ-૨૦૨૩’ ના ઉદ્ઘાટન અર્થે પધારેલા મંત્રી શ્રી મુળુભાઈ બેરાનું જિલ્લાના પ્રવેશદ્વાર ભેંસકાતરી સ્થિત વન વિભાગના વિશ્રામ ગૃહ ખાતે ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે સ્વાગત, અભિવાદન કર્યું હતું.

આ વેળા તેમની સાથે ભાજપા અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ગાવિત, મહામંત્રી શ્રી રાજેશભાઈ ગામીત સહિતના હોદ્દેદારોએ પણ મંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.

દરમિયાન વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી મનિશ્વર રાજા, ડાંગના નાયબ વન સંરક્ષક સર્વશ્રી રવિ પ્રસાદ અને દિનેશ રબારી સહિતના વન અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, મંત્રીશ્રીને આવકાર્યા હતા. મંત્રીશ્રીએ જિલ્લાના પ્રાકૃતિક પ્રવાસન સ્થળો સહિત વન વિસ્તાર અને વન વિભાગની વિગતો મેળવી હતી.

મહાલની વિખ્યાત ઇકો કેમ્પ સાઇટ ખાતે પરંપરાગત ડાંગી નૃત્યની રંગત માણવા સાથે, ઉપલબ્ધ જુદી જુદી રમત પ્રવૃત્તિઓમાં પણ સહભાગી થતા, મંત્રીશ્રીએ મહાલના ઘનઘોર વનોમાં વન વિશ્રામ ગૃહ તથા ડિયર બ્રિડિંગ સેન્ટરની પણ મહાનુભાવો સાથે મુલાકાત લીધી હતી.

ભીની ભીની વરસાદી મૌસમમાં મંત્રીશ્રીએ દંડકારણ્યની પાવન ભૂમિમાં આવેલા શબરીધામની મુલાકાત લઈ, માં શબરી સહિત પ્રભુ શ્રી રામ અને ભ્રાતા શ્રી લક્ષ્મણજીની મનમોહક પ્રતિમાના દર્શન કર્યા હતા.

ડાંગ મુલાકાતના પ્રથમ દિવસે મંત્રીશ્રીએ ભેંસકાતરી, માયાદેવી, શબરી ધામ, અને પંપા સરોવર, જેવા ‘પૂર્ણા અભયારણ્ય’ ના વિસ્તારોની મુલાકાત લઈ, વન પર્યાવરણના જતન, સંવર્ધન સાથે વિકાસની શક્યતાઓ ચકાસી હતી.

About The Author

1 thought on “વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ તથા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાનું ડાંગના પ્રવેશદ્વાર ભેંસકાતરી ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું

Leave a Reply to Kristi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Other