ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો દ્વારા માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા કરાઈ
અજ્ઞાનતાનો અંધકાર દૂર થઇ સર્વત્ર જ્ઞાન જ્યોત પ્રગટે એવાં શુભ સંકલ્પ, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા કરવામા આવી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ચૈત્ર માસ દરમિયાન પવિત્ર સલિલા માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા થતી હોય છે. રાજપીપળા નજીકનાં રામપુરા ગામથી ઉત્તરવાહિની પરિક્રમાનો પ્રારંભ થાય છે. શહેરી કોલાહલથી દૂર રાત્રિનાં નીરવ અને શીતળ વાતાવરણમાં ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો દ્વારા આ પરિક્રમા કરવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ જોડાયા હતાં. અજ્ઞાનતાનો અંધકાર દૂર થઇ સર્વત્ર જ્ઞાન જ્યોત પ્રગટે એવાં શુભ સંકલ્પ, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સૌ હોદ્દેદાર સારસ્વતમિત્રોએ પરિક્રમા હોંશભેર નિર્વિધ્ને પરિપૂર્ણ કરી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.