વ્યારાનાં કેળકુઈ ગામે વિકાસનાં કામોમાં જવાબદાર અધિકારીઓની લાલિયાવાડી !!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકામાં હાલ વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. વિકાસના કામો ખરેખર ચાલી તો રહ્યા છે પરંતુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં અધિકારીઓની યોગ્ય દેખરેખ ન હોવાથી કામો તકલાદી થઈ રહ્યા હોવાની ચર્ચા એ પણ જોર પકડ્યું છે. કેળકુઈ ગામે વિકાસના કામોની ગુણવત્તા ચકાસવી એ અધિકારીઓની ફરજમાં આવે છે, અધિકારીઓ પોતાની ફરજચૂક કરે છે એના પરિણામ સ્વરૂપે વિકાસ તકલાદી થઈ રહ્યો હોવાની ગામજનોમાં ફરિયાદ ઉઠવા પામી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વ્યારા તાલુકાના કેળકુઈ ગામે વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા ત્યારે કેળકુઈ ગામે મહુડી ફળિયામાં મુખ્ય રસ્તાથી રતિલાલ હનાભાઈ ઘરને જોડતો ડામર રસ્તો નાળા સાથે મંજૂર કરવામાં આવ્યો છે, આ કામગીરીમાં સામૂહિક હિતમાં વહીવટી મંજૂરી ત્રણ લાખની આપવામાં આવી હોય, ડામર રસ્તો બનાવવામાં નીતિ નિયમો નેવે મૂકીને હલકી ગુણવત્તાનુ માલ મટીરીયલ નાખી રસ્તો બનાવવામાં આવ્યો હોય, રસ્તાના ટકાઉપણા માટે બાંધકામ વિભાગની અમલિત સૂચનાઓ ધ્યાને લઈ નિયમો અનુસારની કામની ઉચ્ચ ગુણવત્તા જળવાય તે પ્રકારની કાર્યવાહી કરવાની હોય, પરંતુ તાલુકા કક્ષાના જવાબદાર અધિકારીઓ કામની ગુણવત્તા માટે આંખ આડા કાન કરી રહ્યા હોવાની ચર્ચા એ પણ જોર પકડ્યું છે. ગામજનોએ જણાવ્યું કે, અહીંયા મજબૂત ડામર રોડ બનાવવો જોઈએ તે બન્યો નથી. રોડ સામાન્ય રીતે ખોદવામાં આવે તો રોડ ઉખડી જાય અને બનાવેલ રોડનું મટીરીયલ પણ નજરે પડે છે. ગામમાં બનતા રોડનુ આયુષ્ય કેટલા સમયનું તાપી જિલ્લાનું વહીવટી તંત્ર શું ધ્યાન રાખે છે?! તાપી જિલ્લાનું વહીવટી તંત્ર જવાબદાર અધિકારીઓનો જવાબદારી નક્કી કરશે ખાતાકીય તપાસ કરાવશે ??