વ્યારા ટાઉનમાં વોટસએપ એપ્લીકેશન ઉપર આંકડા રમનાર ઈસમોને પકડી પાડતી વ્યારા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાનાં પોલીસ અધિક્ષકશ્રી એન. એન. ચૌધરીએ તાપી જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રોહી જુગાર પ્રવુતિ સદંતર નાબુદ કરવા આપેલ મૌખિક સુચના આધારે તાપી પોલીસ પ્રોહી જુગરની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સતત વોચ તપાસમાં રહેલ તે દરમિયાન આર. એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ વ્યારાને બાતમી મળેલ કે, આનંદભાઈ આધારભાઈ ભોઈ નામનો ઈસમ વ્યારા ટાઉન વિસ્તારમાં પોતાની મોટર સાઈકલ ઉપર ફરતા ફરતા જુદાજુદા ઈસમો પાસેથી મોબાઈલ ફોન દ્વારા મુંબઇથી નિકળતા વરલી મટકાના આંક ઉપર પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડી જુગારનો વેપાર લે છે. વિગેરે બાતમી આધારે વ્યારા પો. સ્ટેનાં ઈન. પોલીસ ઈન્સપેકટર એચ. સી. ગોહીલને કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ASI ભીખાભાઈ જેઠાભાઈ તથા અ.હે.કો. અજયભાઈ સુદામભાઈ તથા આ.પો. કોન્સ. વિજયભાઇ બબાભાઇ તથા અ.પો. કો. પ્રકાશભાઈ અરવિંદભાઇ તથા પો. કો. જીગ્નેશભાઈ સદાશીવભાઈ તથા પો. કો. સેમ્યુલભાઈ મનોહરભાઈનાંઓની ટીમ બનાવી વોચ તપાસમાં હતાં દરમિયાન આનંદ આધાર ભોઈ રહે . વ્યારા એમ . બી . પાર્ક સોસા. તા. વ્યારાનાનો જુના બસ સ્ટેન્ડ પાસે તેનાં મોબાઈલમાં વોટસૈપ મેસેંજરમાં મુંબઈ વરલી મટકા આકડાઓ ઉપર જુગાર રમાડતાં પકડાઈ ગયેલ અને સદર આનંદનો મોબાઈલમાં વોટસએપ એપ્લીકેશનમાં મેસેજથી જુગાર રમતાં ( ૧ ) મયંક ચંદ્રવિજય શીદ રહે . વ્યારા કણજા ફાટક વિશાલ પ્રેસની સામે તા . વ્યારા જિ . તાપી ( ૨ ) અનિષભાઈ વજુભાઈ ઠક્કર રહે . વાડીવાલા કોમ્પલેક્ષ F / 105 જુનાશાકભાજી માર્કેટ કાનપુરા વ્યારા તા . વ્યારા ( 3 ) ઈરસાદ ઈલીયાસખાન ઘાંચી રહે . વ્યારા લુહાર ફળીયું માર્કેટ યાર્ડ તા . વ્યારા જિ . તાપી ( ૪ ) તબરેજ દુરાબખાન પઠાણ રહે . વ્યારા લુહાર ફળીયું માર્કેટ યાર્ડ જિ . તાપી ( ૫ ) ઈરફાન મોહમદ ઘાંચી રહે સ્ટેશન રોડ વ્યારા ભારતનગર તા . વ્યારા જિ . તાપી નાઓને પણ પકડી પાડી અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૫૧,૭૫૦ / – તથા આરોપી ને ૧ આનંદનાં કબજાની રોયલ એનફીલ્ડ મોટર સાઈકલ કિંમત રૂપિયા ૫૦,0૦૦ / – તથા તમામ આરોપીઓનાં મોબાઈલ નંગ 6 કિંમત રૂપિયા ૧૮૦૦૦ / – મળી કુલ્લે રૂપિયા ૧૧૯૭૫૦ / – નો મુદામાલ કબજે કરી પો . કો વિજયભાઈ બબાભાઈ નાંઓની ફરીયાદ આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને આગળની તપાસ હે. કો. અજયભાઈ સુદામભાઈનાંઓ કરી રહેલ છે .