તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અર્પણ : ફરી એક વાર વેલદા ગામમાં ભ્રષ્ટાચારની રાવો ઊઠવા માંડી !?
જિલ્લા વિકાસ અધિકારી વેલદા ગામની મુલાકાત કરે એવી ગ્રામજનોની અપેક્ષા અસ્થાને નથી જ !!
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકાના વેલદા ગામમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની રાવો ઉઠી રહી છે. વેલ્દા એટલે નિઝર તાલુકામાં એક નંબર પર ભ્રષ્ટ્રાચારીઓનું ગામ કહેવાય ! નરેગા યોજના હોય કે પછી બીજી યોજનાઓ હોય દરેક યોજનામાં ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવે છે.
નિઝર તાલુકાના વેલ્દા ગામમાં (મનરેગા યોજના હેઠળ ) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના-૨૦૦૫ અંતર્ગત મગન છગનના ખેતરથી સુદામ પુનાના ખેતર સુધી મેટલ રોડનું કામ, આ કામમાં તાલુકા પંચાયતના મનરેગા શાખાના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના હાલના સરપંચ, હાલના તલાટી કમ મંત્રી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાની રાવો ઉઠી રહી છે. ગ્રામ્યજનો આ અંગે જણાવે છે કે, મગન છગનના ખેતરથી સુદામ પુનાના ખેતર સુધી મેટલ રોડનું કામનું પાટીયુ લગાવામાં આવેલ હતું, જે ફક્ત બીલ પાસ કરવા માટે જ પાટીયુ લાગવામાં આવેલ હતું ! હાલમાં સ્થળ પર તપાસ કરતા લોકેશન પર પાટીયુ ગાયબ થઈ ગયું છે !? વેલદા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને નિઝર તાલુકાના પંચાયતના મનરેગા શાખાના એપીઓ અને જીઆરએસ દ્વારા ખોટી રીતે લેબર બતાવી લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવેલ છે !? જો ખરેખર મગન છગનના ખેતરથી સુદામ પુનાના ખેતર સુધી મેટલ રોડનું કામ કરવામાં આવેલ છે ? તો કામનું નામ લખેલું પાટીયુ ગાયબ કેમ કરી દેવામાં આવેલ છે ? આ એક પ્રશ્ન વેલ્દા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીઓ સામે ઉઠી રહ્યો છે ? સરકારશ્રી દ્વારા ગરીબ લોકોને રોજગારી મળે એવા ઉમદા હેતુથી મનરેગા યોજના બહાર પાડવામાં આવેલ છે. પરંતુ ગામના સરપંચ, તલાટી અને નિઝર તાલુકાના મનરેગા શાખામાં ભ્રષ્ટ અધિકારીઓ હોય તો ગરીબ લોકોને ક્યાંથી રોજગારી મળશે ? મગન છગનના ખેતરથી સુદામ પુનાના ખેતર સુધી મેટલ રોડનું કામમાં વેલ્દા ગામના કહેવાતા લેભાગુ કોન્ટ્રાકટરના જે.સી.બી., ટ્રેકટર દ્વારા નાખવામાં આવેલ છે…. ! સરપંચના અંગત લોકોના જોબકાર્ડ આઈડી પર રૂપિયા નાંખી દેવામાં આવેલ છે !? જોબકર્ડ આઈડિના લાભાર્થી સાથે ફોન પર સંપર્ક કરતા લાભાર્થીઓ જણાવે છે કે અમે આ લોકેશન પર એક પણ દિવસ કામ કર્યુ નથી !
ખરેખર જિલ્લા વિકાસ અધિકારી વેલ્દા ગામમાં પોતે તપાસ કરે તો લાખો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર સામે આવશે ? જોબકાર્ડ આઈડીની તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટ્રાચાર નીકળશે ? જે એક પણ દિવસ સ્થળ પર કામ કરવા માટે ગયા નથી એવા લોકોના પણ નામો જોબકાર્ડ આઈડી પર છે ! ખોટી રીતે મસ્ટરો પર હાજરી ભરી પૈસા ઉપાડી લેવામાં આવેલ છે. ખરેખર તાલુકા પંચાયતના મનરેગા શાખાના અધિકારીઓ અને વેલદા ગ્રામ પંચાયતના સરપંચ અને હાલના તલાટી ભ્રષ્ટાચારમાં સામેલ છે !? નરેગા યોજનામાં તપાસ કરવામાં આવે તો કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે એમ છે ?
જિલ્લાની ટીમો તપાસ કરવા માટે વેલ્દા ગામમાં આવે છે, પરંતુ જિલ્લા માથી એવા અધિકારીઓ આવે છે કે તે સેટિંગ કરીને જતા રહે છે !!? જ્યારે જિલ્લામાં જ ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓ હોય તો તાલુકામાં શું વાત કરવી !! નિઝર તાલુકા પંચાયતના નરેગા શાખામા ફરજ બજાવનારા એટલા જાડી ચામડીના છે કે નરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં જરા પણ ચૂકતા નથી ? સરકાર એમને પગાર આપતી નથી, એવું લાગી રહ્યું છે !!? શું એટલા માટે જ નરેગા યોજનામાં ભ્રષ્ટાચાર વધારે પ્રમાણમાં થાય છે કે ?
નિઝર તાલુકાના વેલદા ગામમાં મગન છગનના ખેતરથી સુદામ પુનાના ખેતર સુધી મેટલ રોડનું કામમાં સરપંચના અંગત લોકોના જોબકાર્ડ આઈડી પર નિઝર તાલુકાના મનરેગા શાખાના અધિકારીઓ દ્વારા પેમેન્ટ કરી આપેલ છે. ખરેખર લોકેશન વાળી જગ્યા પર લાભાર્થીઓએ કામ કર્યું હોય તો જ લાભાર્થીઓના ખાતામાં પેમેન્ટ નાંખી શકાય, પરંતુ મનરેગા શાખાના અધિકારીઓ એપીઓ, જીઆરએસ અને કહેવાતા લેભાગુ કોન્ટ્રાકટર અને સરપંચ, તલાટી સાથે સેટીંગ કરી લેતા હોય છે !નિઝર તાલુકા પંચાતના નરેગા શાખામા ફરજ બજાવનાર એટલા બેફામ બન્યા છે કે તેમને ઉપરી અધિકારીઓનો પણ ડર લાગતો નથી ! એકમાત્ર વેલદા ગામ એવું છે કે જ્યાં દરેક ગ્રાંટમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. વર્ષોથી એટલો ભ્રષ્ટાચાર થયો છે છતાં પણ તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યુ છે ? જ્યારે નિઝર તાલુકામાં કેટલાંક ગામોમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં અધિકારીઓએ હાથ લાંબો કરીને ગજવા ભરી લીધા છે !
સરકારશ્રી દ્વારા નરેગામાં ૧૦૦ દિવસની મજુરી ગરીબ લોકોને આપવામાં આવે છે. પરંતુ નિઝર તાલુકાના અધિકારીઓએ ૧૦૦ દિવસની મજુરી પણ ના આપી શકે ? કેમકે ગરીબ લોકોને મજુરી આપી દે તો એ લોકો ખાશે શું ? આવી તો જાણે કેટલી પણ ફરિયાદો થાય, તપાસ તો આવે છે પરંતુ તપાસની ટીમ સેટીંગ કરીને જતી રહેતી હોય છે ? જાણે જિલ્લાની ટીમ હોય કે પછી તાલુકાની ટીમ હોય એમને કઈ ફરક નથી પડતો ?
હાલમાં ગ્રામજનો જણાવે છે કે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વેલ્દા ગામમાં તપાસ કરવા માટે આવે અને જે તે અધિકારીઓ દ્રારા ખોટી રીતે કામોમાં લાભાર્થીઓએ કામ કર્યા વગર કેવી રીતે લાભાર્થીઓના ખાતાંમાં રૂપિયા નાંખી દેવામાં આવેલ છે ? તે તપાસ કરવામાં આવે. કસુરવાર એવિ વેલ્દા ગામના સરપંચ, તલાટી અને મનરેગા શાખાના અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે. એવી અનેક માંગો સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પર ગામ લોકો એપેક્ષા રાખી રહયા છે?
હાલમાં એ જોવાનું રહે છે કે, હાલના સરપંચ, તલાટી પર અને નરેગા શાખાના અધિકારીઓ એપીઓ, જીઆરએસ પર તટસ્થ તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવશે કે પછી સેટીંગ કરી લેવામાં આવશે ?