જિલ્લા લેવલના સ્કિલ કોમ્પિટિશન પ્રોગ્રામમા નિઝરની મોડેલ સ્કૂલ પ્રથમ ક્રમે
Contact News Publisher

(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર ): આજ રોજ તા. ૧૫/૦૨/૨૦૨૩ના રોજ તમામ તાપી જિલ્લાની વોકેશનલ શાળાઓનો જિલ્લા લેવલનો સ્કિલ કોમ્પિટિશન પ્રોગ્રામ વ્યારા ના BRC ભવન ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં મોડેલ સ્કૂલ નિઝર, તા. નિઝર જી. તાપીનો પ્રથમ ક્રમાંક આવ્યો હતો. વોકેશનલ ટ્રેનર હિરેન સુરેશભાઈ ચૌધરી અને તેમના ચાર વિધાર્થીઓ, ૧.પાડવી તેજસ કિરણભાઈ, ૨.વળવી આર્યન મહેશભાઈ ૩.મોરે રૂષાલી શ્યામભાઈ ૪.કુંવર સ્વાતિ મુરલીધરભાઈ. આ વિધાર્થીઓએ ઇલેક્ટ્રોનિક્સ વિભાગમાં લાય-ફાઈ ટેક્નોલોજી પ્રોજેક્ટ રજૂ કર્યો હતો અને સમગ્ર વિભાગમાંથી પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને આ માટે તેમની ટીમે શાળાના આચાર્યશ્રી ગુલસિંગભાઇ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો. હવે આગળ આ વિધાર્થીઓ રાજ્ય લેવલની કોમ્પિટિશનમાં તાપી જિલ્લા તરફથી ભાગ લેશે. નિઝર તાલુકાના ગ્રામજનો દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યું છે.
