વ્યારા ITI ખાતે તાપી ડિસ્ટ્રીકટ સ્કીલસ કોમ્પીટીશન – 2023 યોજાઇ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાની નોડલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વ્યારા દ્વારા સંસ્થાના ઇન્દુગામ સ્થિત કેમ્પસમાં જિલ્લા કક્ષાના DISTRICT SKILLS COMPETITION – 2023 નું આયોજન તા. 10.02.2023 ના રોજ કરવામાં આવેલ હતુ. સદર SKILLS COMPETITION માં તાપી જિલ્લાની તમામ ITI ના તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. જે અંતર્ગત 80 થી વધુ વર્કિંગ મોડેલ તથા પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ જિલ્લા કક્ષાની સ્કિલ ક્વિઝ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવેલ હતું
સદર કાર્યક્રમ શ્રી. એચ. સી. ચૌધરી (નિવૃત્ત નાયબ નિયામક, તાલીમ) ના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતો. જેમણે તાલીમાર્થીઓને પ્રેરક ઉદબોધન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં શ્રી. અજિતભાઈ ચૌધરી (નિવૃત્ત આચાર્ય ITI રાજપીપળા), શ્રી હાર્દિક પરમાર ( MGN ફેલો), સુનિતાબેન ગામીત (સરપંચશ્રી ઇન્દુ ગામ), શ્રી કે.જી. બિરારી (નિવૃત્ત ફોરમેન), શ્રી બી એસ ગામીત (આચાર્ય ITI માંડવી) તથા જિલ્લાની તમામ ITI ના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.
ITI વ્યારા ના આચાર્યશ્રી એમ એસ પટેલ તથા શ્રીમતી એસ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ફોરમેનશ્રી એમ કે ચૌધરી, ડી આર ગામીત તથા એસ કે ચૌધરી એ સફળતા પૂર્વક કાર્યક્રમ આયોજિત કર્યો હતો.
