“વ્યાજખોરીનાં દુષણ પર લગાવીએ રોક ” અંતર્ગત તાપી જિલ્લા પોલીસ દ્વારા “લોન મેળો”યોજાશે
Contact News Publisher

આવતીકાલે ટાઉન હોલ ખાતે તાપી જિલ્લા પોલીસ અને તમામ નેશનલાઇઝ બેન્ક તથા ડી.આઇ.સીના સહયોગથી “લોન મેળો” યોજાશે
…………
(માહિતી બ્યુરો વ્યારા) તા.13: વ્યાજખોરો પાસે નાણાં વ્યાજે લેવાને બદલે સરકારી યોજનાઓ, સહકારી મંડળીઓ, બેંક પાસેથી નાણાં વ્યાજે લઇ શકાય તે અંગે જાગૃતતા વધારવા માટે તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ નેશનલાઇઝ બેન્ક તથા ડી.આઇ.સીના સહયોગથી વ્યારા સ્થિત ડૉ. શયામ પ્રસાદ ટાઉન હોલ ખાતે ભવ્ય લોન મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ લોન મેળામાં જિલ્લાની તમામ જાહેર જનતાને આજે 14મી ફેબ્રુઆરી, મંગળવાર સવારે 11 કલાકે આ ભવ્ય લોન મેળામાં સહભાગી થવા તાપી જિલ્લા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.વધારે માહિતી માટે 2626-221500 પર સંપર્ક કરવા તાપી જિલ્લા પોલીસ દ્વારા જણાવાયુ છે.
00000
