વાલીયા તાલુકાના ડહેલી ગામેથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ . સી . બી .
(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે જીલ્લામાં ગેરકાયદેસર ની દારૂ / જુગાર ની પ્રવુતિ નાબુદ કરવા સુચના આપેલ હોય એલ . સી . બી . ના પોલીસ ઇનસ્પેકટર શ્રી જે . એન . ઝાલા સાહેબના માર્ગદર્શન મુજબ એલ . સી . બી ના પો . સ . ઇ પી . એસ . બરંડા તથા પો . સ . ઇ વાય . જી . ગઢવી તથા પોલીસ માણસોની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ
તા – ૦૩ / ૦૧ / ૨૦૨૦ ના રોજ રાત્રીના એલ . સી . બી ના ટીમના પોલીસ માણસો વાલીયા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન હે . કો . ચંદ્રકાંત તથા હે . કો . દિલીપભાઇ નાઓને ખાનગીરાહે મળેલ હકિકત આધારે વાલીયા તાલુકાના ડહેલી ગામે તળાવ ફળ યામાં રહેતા મહેન્દ્રભાઇ ઉર્ફે છકો ભાણીયાભાઇ વસાવા ગે . કા રીતે ભારતીય બનાવટ ના વિદેશી દારૂ નું વેચાણ કરે છે જે મળેલ હકીકત આધારે એલ . સી . બી ટીમના પોલીસ માણસોએ રેડ કરતા અલગ – અલગ બ્રાન્ડ ની ભારતીય બનાવટ ના વિદેશી દારૂની કુલ બોટલો નંગ – ૧૨૦ કી . રૂ . ૧૯ , ૨૦૦ / – ના મુદ્દામાલ સાથે પુષ્પાબેન w / મહેન્દ્રભાઇ ઉર્ફે છકો ભાણીયાભાઇ વસાવા રહે – ડહેલી તળાવ ફળીયુ તા – વાલીયા નાઓ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે તેમજ દારૂનો જથ્થો લઇ આવનાર તેમના પતિ મહેન્દ્રભાઇ ઉર્ફે છકો ભાણીયાભાઇ વસાવા નાઓ હાજર નહી મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી બન્ને વિરૂધ્ધમાં વાલીયા પો . સ્ટે . મા ગુનો રજીસ્ટર કરવામા આવેલ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે .
કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ પો . સ . ઇ પી . એસ . બરંડા તથા પો . સ . ઇ . વાય . જી . ગઢવી તથા હે . કો ચંદ્રકાંત શંકરભાઇ તથા હે . કો . દિલીપભાઇ યોગેશભાઇ તથા હે . કો . અજયભાઇ રણછોડભાઈ તથા હે . કો . વર્ષાબેન રમણભાઇ તથા પો . કો . દિલીપભાઇ ચંદુભાઇ