આર. જી. પટેલ વિદ્યાલય, નિઝર દ્વારા મતદાનં જાગૃતિ માટે રેલીનું આયોજન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તાપી. તા.21: વિધાનસભા ચૂંટણી 2022 સ્વીપ એકટીવીટી અંતર્ગત્ત તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાનના ભાગ રૂપે નિઝર તાલુકાના શ્રી આર. જી પટેલ વિદ્યાલય,નિઝર માં ચિત્ર સ્પર્ધા તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ધોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ મતદાન કરવા જાગૃત કરતા સંદેશા વાળા ચિત્રો બનાવ્યા હતા.
કુલ 323 વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં મતદાનં જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી રમેશ પટેલ દ્વારા લીલીઝંડી આપી રેલીને પ્રસ્થાન કરવામાં આવી હતી. આ રેલીમાં નોડલ અધિકારીશ્રી વિપ્લેશ ગામીત તથા શાળા પરિવારના તમામ શિક્ષકમિત્રો તથા કર્મચારીઓ જોડાયા હતા.
રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા નિઝર ગામની શેરીઓમાં મતદાન જાગૃતિ અંગેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેને જોવા સાંભળવા લોકો ભેગાં ઘરના ઓટલે અને શેરીમાં આવી ઉભા રહ્યા હતા.આ રેલી આકર્ષણનું કેન્દ્ર બની સાચા અર્થમાં મતદાતાઓને જાગૃત કરવામાં વિદ્યાર્થીઓ સફળ થયા હતા.
000000
