સ્વીપ એકટીવીટી અંતર્ગત ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ઉચ્છલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Contact News Publisher
માહિતી બ્યુરો, વ્યારા -તાપી તા.૧૭ આવનારી વિધાનસભા ચુંટણી ૨૦૨૨ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગ રૂપે સ્વીપ એકટીવીટી અંતર્ગત ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ઉચ્છલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ ચિત્ર સ્પર્ધા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંસ્થાંનાં તમામ કર્મચારીશ્રીઓ તેમજ તાલીમાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લોધો હતો. કાર્યક્રમમાં નોડલ અધિકારીશ્રી તેમજ કાર્યક્રમનાં લાયઝન અધીકારીશ્રી પ્રિતીબેન રાણાએ જણાવ્યું હતું કે તાપી જિલ્લામા વધુમાં વધુ મતદાન થાય, દરેક મતદાર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે તેવી જાગૃતિ લાવવી જરૂરી છે. તેમણે તાપીવાસીઓ ને ૧લી ડિસેમ્બરે અચૂક મતદાન કરવા જાહેર અપીલ કરી હતી.
00000000000
