ભરૂચ જીલ્લાના અંકલેશ્વર GIDC પો.સ્ટે.માં વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : પોલીસ મહાનિરિક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી . / જુગાર ની પ્રવુતિ નાબુદ કરવા તથા વોન્ટેડ આરોપીઓ ઝડપી પાડવા સુચના આપવામા આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ . સી . બી ના પોલીસ ઇન્સ્પેકટર જે . એન . ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ . સી . બી ના પો . સ . ઇ પી . એસ . બરંડા તથા પો . સ . ઇ વાય . જી . ગઢવી નાઓએ પોલીસ માણસોની અલગ – અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ .
દરમ્યાન આજરોજ એલ . સી . બી ટીમના પોલીસ માણસો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે અંકલેશ્વર GIDC પો . સ્ટે . ગુ . ર . નં – III ૭૧૪ / ૨૦૧૯ પ્રોહી . એક્ટ કલમ – ૬૫એ , ઇ , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબના ગુનાના કામનો વોન્ટેડ આરોપી ઇમરાનશા ઉર્ફે મરધી દિલાવરશા દિવાન રહે – નવી નગરી અંક્લેશ્વર નો પોતાના ઘરે હાજર છે જે મળેલ હકિકત આધારે એલ . સી . બી . ની ટીમના પોલીસ માણસોએ ઉપરોક્ત ગુનાના કામે વોન્ટેડ આરોપી ઇમરાનશા ઉર્ફે મરધી દિલાવરશા દિવાન રહે – નવી નગરી અંક્લેશ્વર નાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર શહેર પો . સ્ટે . માં સોંપવામાં આવેલ છે અને વધુ કાર્યવાહી અર્થે અંકલેશ્વર GIDC પો . સ્ટે . જાણ કરવામાં આવેલ છે .
કામગીરી કરનાર ટીમ પો . સ . ઇ . પી . એસ . બરંડા તથા પો . સ . ઇ . વાય . જી . ગઢવી , હે . કો . ચન્દ્રકાંત , હે . કો . કનકસિંહ હે . કો . દિલીપકુમાર , હે . કો . અજયભાઇ હે . કો . વર્ષાબેન તથા પો . કો . દિલીપભાઇ એલ . સી . બી ભરૂચ