વાલોડ તાલુકા પંચાયત ખાતે વિપક્ષના સભ્યોએ કચેરી પટાંગણમાં વિરોધ દર્શાવી ધરણાં પ્રદર્શન કર્યુ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તા.૧૩ વાલોડ તાલુકા પંચાયત ખાતે વિપક્ષના સભ્યોએ સૂચવેલા કામોનો યોજનાકીય ગ્રાન્ટની ફાળવણીમાં શાસકપક્ષ તરફથી અન્યાય કરવા,તેમજ વખતો વખત તાલુકા કક્ષાએ થતાં વિકાસનાં કામોમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે આપેલ અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ ન કરતા ” તાલુકા પંચાયતનાં ચૂંટાયેલા સભ્યો તાલુકા/ જિલ્લા કક્ષાના હોદ્દેદારો/ સરપંચશ્રીઓ/ગ્રામ પંચાયત સભ્યો/ આગેવાનો/ કાર્યકર ભાઇ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી તાલુકા પંચાયત પટાંગણમાં વિરોધ દર્શાવી ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું. આ પ્રસંગે, ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી ડૉ, તુષારભાઇ ચૌધરી સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સર્વ શ્રી અજયભાઇ ગામીત, શ્રી હેમાંગનીબેન ગરાસિયા, શ્રી વિપુલભાઇ પટેલ ( પ્રમુખ, મહુવા તાલુકા કોંગ્રેસ સમિતિ), શ્રી દિનેશભાઈ પટેલ ( વિપક્ષ નેતા,મહુવા), શ્રી પ્રકાશભાઇ મહેતા, શ્રી પરિમલભાઇપટેલ( તા.પં.સભ્ય- મહુવા), શ્રી હરષલભાઇ ચૌધરી ( પ્રમુખ,યુથ કોંગ્રેસ,સુરત જિલ્લા), શ્રી હરીશભાઇ ચૌધરી ( માજી જિ.પં.સભ્ય-તાપી), ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા..
