ભરૂચ જીલ્લાના અંકલેશ્વર રૂરલ પો. સ્ટે.માં વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Contact News Publisher

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : પોલીસ મહાનિરિક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં તા . ૨૮ / ૧૨ / ૨૦૧૯ ના કલાક ૨૩ / 00 થી તા . ૨૯ / ૧૨ / ૨૦૧૯ ના કલાક ૦૫ / ૦૦ સુધી કોમ્બીંગ નાઈટ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ . સી . બી ના પોલીસ ઇન્સ્પેકટર જે . એન . ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ . સી . બી ના પો . સ . ઇ પી . એસ . બરંડા તથા પો . સ . ઇ એ . એસ . ચૌહાણ નાઓએ પોલીસ માણસોની અલગ – અલગ ટીમો બનાવી જીલ્લામાં નાસતા – ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપતા પોલીસ માણસોની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ . તા . ૨૯ / ૧૨ / ૨૦૧૯ ના રોજ રાખવામાં આવેલ કોમ્બીંગ નાઈટ દરમ્યાન રાત્રીના એલ . સી . બી . ના કર્મચારીઓ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દ્રમ્યાન પો . કો . દિલીપભાઇ ચંદુભાઇ નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે અંકલેશ્વર રૂરલ પો . સ્ટે . ગુ . ર . નં – Ill ૪૭૦ / ૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ ૬પ – એ , ઈ , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબના ગુનાના કામનો નાસતો – ફરતો આરોપી સુરેશભાઇ કારીયાભાઇ વસાવા રહે . રાણીપુરા , વસાવા ફળીયુ , તા . ઝઘડીયા , જી . ભરૂચ નાઓ પોતાના ઘરે હાજર છે જે મળેલ હકિકત આધારે એલ . સી . બી . ની ટીમના પોલીસ માણસોએ ઉપરોક્ત ગુનાના કામે નાસતા – ફરતા આરોપી સુરેશભાઇ કારીયાભાઇ વસાવા રહે . રાણીપુરા , વસાવા ફળીયુ , તા . ઝઘડીયા , જી . ભરૂચ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ઝઘડીયા પો . સ્ટે . માં સોંપવામાં આવેલ છે અને વધુ કાર્યવાહી અર્થે અંકલેશ્વર રૂરલ પો . સ્ટે . માં જાણ કરવામાં આવેલ છે .

કામગીરી કરનાર ટીમ પો . સ . ઇ . પી . એસ . બરંડા તથા પો . સ . ઇ . એ . એસ . ચૌહાણ , હે . કો . ચન્દ્રકાંત , હે . કો . ઉપેન્દ્રભાઇ , હે . કો . દિલીપકુમાર , હે . કો . અજયભાઇ હે . કો . વર્ષાબેન તથા પો . કો . દિલીપભાઇ એલ . સી . બી ભરૂચ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *