“વન્યજીવ સપ્તાહ” અને “નશાબંધી સપ્તાહ” પૂર્ણાહુતીનો કાર્યક્ર્મ વાઝરડા ખાતે શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૮-૧૦-૨૦૨૨ ના રોજ “ગીર” ફાઉન્ડેશન ગાંધીનગર, અધિક્ષક-નશાબંધી અને આબકારી તાપી જીલ્લો અને ગુરુક્રુપા સેવામય ટ્ર્સ્ટ વ્યારા ના સહયોગથી “વન્યજીવ સપ્તાહ” અને “નશાબંધી સપ્તાહ” પૂર્ણાહુતીનો કાર્યક્ર્મ વનફુલ આશ્રમશાળા, વાઝરડા, તા. સોનગઢ, જી. તાપી ખાતે શ્રી કુંવરજીભાઇ હળપતિ ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમા શ્રી યોગેશભાઇ પટેલે પોતાના પ્રવચનમાં બાળકોને કોઇ પણ પ્રકારના વ્યસનથી દુર રહેવા તથા વન્યજીવનું સંરક્ષણ બાબતની માહિતી આપી હતી. ત્યારબાદ શ્રી કુંવરજીભાઇ હળપતિએ નશાથી થતા નુકસાન વિશે ઘર-પરીવાર, ગામ અને દેશને થતા નુકસાન બાબતે અને વન્યજીવ વિશેની માહીતી ખૂબજ સરળ શબ્દોમાં બાળકોને જણાવી હતી. આ કાર્યક્ર્મમાં વન્યજીવ અને નશાબંધી વિષય ઉપર સાપસીડીની રમત શાળાનાં બાળકોને રમાડવામાં આવી હતી. તેમાં વિજેતા થયેલ બાળકોને શ્રી કુંવરજીભાઇ હળપતિ, શ્રીમતિ સરીતાબેન વસાવા, શ્રી યોગેશભાઇ પટેલ, શ્રી હસમુખભાઇ ચૌધરી તેમજ ઉપસ્થિત મહાનુભાવો મારફતે ઇનામ વિતરણ તથા નોટબુક, બોલપેન, થેલી, સાહિત્ય, બિસ્કિટ આપવામાં આવ્યા હતા,
ગુરુક્રુપા સેવામય ટ્રસ્ટ, વ્યારા મારફત શાળાને ભીંડાનું બિયારણ, ઓરગેનીક ખાતર અને પ્લાસ્ટીક કેરેટો આવવામાં આવ્યા હતી.
આ કાર્યક્ર્મમાં માજી. ધારાસભ્ય અને ગુજરાત જમીન વિહોણા મજુરો, હળપતિ અને ગ્રામ ગ્રુહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરના શ્રી કુંવરજીભાઇ હળપતિ, તાપી જીલ્લા સંકલનકાર (એન. જી. સી. કાર્યક્ર્મ) “ગીર” ફાઉન્ડેશન, ગાંધીનગરના શ્રી યોગેશભાઇ પટેલ, જમાદાર, નશાબંધી અને આબકારી, તાપી જીલ્લાના શ્રી હસમુખભાઇ ચૌધરી, ચેરમેન, શિક્ષણ સમિતિ જીલ્લા પંચાયત તાપી શ્રીમતિ સરીતાબેન વસાવા, સરપંચશ્રી જશુબેન ગામીત, ગુરુક્રુપા સેવામય ટ્ર્સ્ટ થી શ્રી કુણાલ પટેલ, શ્રી સુજલ ચૌધરી, શાળાના આચાર્યશ્રી સંજયભાઇ ગામીત, શિક્ષકો, વિદ્યાર્થિઓ આજુ બાજુ ગામોના સરપંચશ્રીઓ, ગામ લોકો એમ કુલ આશરે 300 જેટલા લોકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્ર્મનુ સંચાલન વનફુલ આશ્રમશાળા, વાઝરડાએ કર્યુ હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *