અંકલેશ્વરમાં સી.સી. રોડનું ફૈઝલ પટેલના હસ્તે લોકાર્પણ

Contact News Publisher

અંકલેશ્વર તાલુકા ખરીદ વેચાણ સંઘ સંચાલિત એ. ડી. દેસાઈ હોલમાં જવાના માર્ગનો ફૈઝલ પટેલના હસ્તે લોકાર્પણ વિધિ કરાઈ
રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલ દ્વારા લોકાર્પણ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : અંકલેશ્વર તાલુકા ખરીદ વેચાણ સંઘ સંચાલીત એ.ડી.દેસાઈ હોલમાં જવાના માર્ગ રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલના પ્રયાસથી 550 મીટર લાંબીઈ સી.સી. રોડ આઈ. આર. બી. કું. ના સી.એસ.આર. ફંડમાંથી બનાવતા ખેડૂતો તથા સહકારી અગ્રણીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.
અંકલેશ્વર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં વર્ષો પૂર્વે અહમદભાઈ પટેલના પિતાશ્રી મહમદભાઈ પટેલ (કાંતિ પટેલ) ખેડુતલક્ષી સાસન કરતા હતા અને વષોઁ સુધી સેવા બજાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ સંસ્થા સ્થાપક રહ્યા હતા. રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પણ આ સંસ્થા માટે વિશેષ લાગણી ધરાવે છે.

આજરોજ લોકલાડીલ નેતા અહમદભાઈ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલ દ્વારા આ રસ્તાનો લોકાર્પણ સમયે પોત્રી એશરા ફેઝલ પટેલ થતા સ્થાનિક આગેવાનો એ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા
આ પ્રસંગે એપીએમસીના ચેરમેન કરસનભાઈ પટેલ, અંકલેશ્વર તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બાબુભાઇ દેસાઇ, નાઝુભાઈ ફડવાલા, અહમદભાઈ ઉનીયા, ભુપેન્દ્ર જાની, ઈકબાલભાઈ ગોરી, ફારૂકભાઇ શેખ (એડવોકેટ), એસ. ડી. પટેલ, સિરાજ પટેલ, સુનીલ પટેલ,ગુલામભાઈ સિંધા હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મેનેજર સબીર ભાઈ પટેલ દ્વારા કરાયું હતું તમામે અહમદ ભાઈ પટેલના પ્રયાસોથી આઈ. આર.બી. દ્વારા બનાવવામાં આવેલ માર્ગને લોકાર્પણ કરાતા તમામે અહમદભાઈ પટેલનો આભાર વ્યક્ત કયોઁ હતો.ખેડૂતલક્ષી કામો અગ્રેસર રહેતા એવા સાંસદ અહમદભાઈ પટેલના નિર્ણયને વધાવી લીધો હતો અને આ રસ્તાનાં લોકાર્પણ અંગે આનંદની લાગણી અનુભવી હતી.

આ પ્રસંગે ફૈઝલ પટેલ જણાવ્યું હતું કે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં મારા દાદા મહમદભાઇ પટેલ તથા મારા પપ્પા અહમદ ભાઈ પટેલના પ્રયાસોને હું બિરદાવું છું તેઓ જણાવ્યું હતું કે અંકલેશ્વર તાલુકા ખરીદ વેચાણ સંઘ ખેડૂતોની સંસ્થા છે અને વર્ષો પહેલા મારા દાદા મહમદભાઇ પટેલ આ સંસ્થામાં વહીવટ સંભાળતા હતા આ રસ્તા અંગેની લોકાર્પણ વિધિ થવાથી પ્રજા તથા ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થશે અને જેનાથી હું ખૂબ જ આનંદની લાગણી અનુભવ છે અત્રે ઉલ્લેખનીય છે કે આજ કમ્પાઉન્ડમાં મારા પપ્પા અહમદભાઈ પટેલ પટેલ દ્વારા કાન્તિ પટેલ હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યો હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *