નિઝરના ભીલજાબોલી ગામ ખાતે “ચાલો પ્રક્રુતિ તરફ પાછા વળીયે ” અંતર્ગત એક દિવસનો ખેડૂત તાલીમ વર્ગ યોજાયો
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના ભીલજાબોલી ગામ ખાતે આજ રોજ ગુજરાત રાજ્ય ઇકોલોજી કમિશન ગાંધીનગર તથા આત્મા પ્રોજેક્ટ તાપી જીલ્લાના સહયોગ અને માર્ગ દર્શન તેમજ શ્રી દત્ત ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા “ચાલો પ્રક્રુતિ તરફ પાછા વળીયે ” અંતર્ગત એક દિવસનો ખેડૂત તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ગાય આધારીત પ્રાકૃતિક ખેતી દ્વારા જળ, જમીન, પર્યાવરણ તથા આપણી તંદુરસ્તી જળવાઈ રહે અને લોકોને બીન ઝેરી ખોરાક મળે તે માટે દેશી ગાયના મળ, મૂત્ર, ગોળ, બેસન, અને અવાવરું જગ્યાની માટીથી બનાવેલ જીવામ્રુત,બીજામ્રુત, ધનામ્રુત જેવા કુદરતી પદાર્થોનો ઉપયોગ કરી ઝીરો બજેટથી ઓછા ખર્ચે વધુ નફોની સમજ અને માર્ગ દર્શન આપવામાં આવ્યું.
આ તાલીમમાં ગુજરાત રાજ્ય ઇકોલોજી કમિશન ગાંધીનગરના મુખ્ય ટ્રેનર અને નિવ્રુત અધિકારી જીલ્લા પંચાયત નવસારીના શ્રી એમ. જે. દેસાઈ , શ્રી દત્ત ચેરીટેબલ ટ્રસ્ટ નવસારીના ડિરેક્ટર શ્રીબળવંતભાઈ, ટ્રસ્ટના ના કોડીનેટર શ્રીશક્તિસિંહ પરમાર,ગામના સરપંચ શ્રી સુનીલભાઈ વળવી, તાલુકા પંચાયત સદસ્ય શ્રીઅમરસીંગભાઈ ,આત્મ વિભાગના ગામના ખેડૂત મિત્ર, તથા કાનુની સાહાય અને માનવ અધિકાર કેન્દ્ર નિઝરના સામાજિક કાર્યકર અમિતાબેન વળવી સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો હાજર રહ્યા હતા.