શિશુ / વિદ્યા ગુર્જરી શાળામાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નવરાત્રીના મધ્યાહને ચોથા નોરતે તા. 30/09/2022 ને શુક્રવારના રોજ શિશુ વિઘા ગુર્જરી શાળામાં ! આધ શકિતની ઉપાસનાના પર્વની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત શ્રી અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ ના ટ્રસ્ટી માન.શ્રી ચિરાગભાઈ કોઠારી તેમજ નિર્ણાયક તરીકે ખાસ ઉપસ્થિત રહેલા તેજલબેન કોઠારી અને કિન્નરીબેન શાહ ના હસ્તે
આધ શક્તિ માતાજીની ભક્તિભાવ પૂર્વક ઉપાસના દ્વારા કરવામાં આવી.
આ પ્રસંગે શાળામાં ગરબા હરિફાઈનું આયોજન કરવામાં આવેલ જે મા વેલ એકસન વેલ ડ્રેસ ની સ્પર્ધા
રાખવામાં આવી હતી. આ પ્રસંગે શિશુ / વિદ્યા ગુર્જરી શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિધાર્થી
મિત્રો પારંપરિક વસ્ત્રો સાથે ભાગ લીધો હતો.બધા વિદ્યાર્થીઓ સાથે શાળાના શિક્ષક ગણે પણ ગરબાની
૨મઝટ માણી હતી.ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમ્યા હતા.નિર્ણાયકો તરફથી નોન ટ્રેડીશનલ વિદ્યાર્થીઓને
વિશેષ ઇનામ આપવામાં આવ્યા હતા. શાળાના ટ્રસ્ટી માન.શ્રી ચિરાગભાઈ કોઠારી એ સૌને નવરાત્રી પર્વ ની શુભકામનાઓ પાઠવી હતી.
