આરોગ્ય વિભાગમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા, પગારની નીતિમાં વધારો કરવાની માંગ સાથે હડતળ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકાર અંતર્ગત કરાર આધારિત આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કર્મચારીઓને મળતા લાભો આપવા ,પગારની નીતિમાં વધારો કરવા , કલેકટરને આવેદનપત્ર આપી આજે ફરી રજૂઆત કરવામાં આવી અને જો માંગ ન સંતોષવામાં આવે તો અચોક્કસ મુદત માટે હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
આજરોજ તાપી જિલ્લાના આઉટસિંગ કર્મચારીઓ દ્વારા તાપી જિલ્લા રેફરલ હોસ્પિટલ વ્યારા થી કલેકટર ઓફિસ સુધી રેલી કાઢી સરકાર દ્વારા માંગ ન સંતોષવામાં આવે તો અચોક્કસ મુદતની હડતાળ જશે.
જેમાં આજરોજ તાપી- સુરતના તમામ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, તાલુકા આરોગ્ય કચેરીઓ, સી.એસ.સી., પી. એચ.સી. સોથી પણ વધુ કર્મચારીઓ જોડાયા હતા.