આહવા ખાતે યોજાયો ‘અંગદાન સંકલ્પ દિવસ’ –

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૧૯ :તારીખ ૧૭મી સપ્ટેમ્બર ને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીના જન્મ દિવસે, આહવા ખાતે ‘અંગદાન સંકલ્પ દિન’ ઉજવાયો હતો.
જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારા તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના એન.એસ.એસ. યુનિટના સ્વયંસેવકો દ્વારા, શાળા આચાર્ય શ્રી એ.એ.ગાંગોર્ડાની આગેવાની હેઠળ ‘અંગદાન સંકલ્પ દિન’ ઉજવણી સંદર્ભે પ્રજાજનોમા જાગૃતિ જગાવવા અર્થે એક વિશાળ રેલીનુ આયોજન કરાયુ હતુ. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીનુ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણિલાલ ભુસારાએ પ્રસ્થાન કરાવ્યુ હતુ. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલ ખાતેથી પ્રારંભયેલી આ જનજાગૃતિ રેલીએ, આહવાના રાજમાર્ગો ઉપર ફરીને વ્યાપક જનચેતના જગાવી હતી.
–