આજરોજ આમ આદમી પાર્ટી તાપી જિલ્લા દ્વારા માજી સૈનિકો ની માંગણી સ્વાકાર કરીને શહીદ કાનજીભાઈ ને ન્યાય આપવા બાબતે તાપી જિલ્લા કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજરોજ આમ આદમી પાર્ટી તાપી જિલ્લા દ્વારા માજી સૈનિકોની માંગણી સ્વીકાર કરીને શહીદ કાનજીભાઈને ન્યાય આપવામાં આવે એવી માંગણીઓ તાપી જિલ્લા કલેકટરશ્રીને આમ આદમી પાર્ટી તાપી દ્વારા આવેદન પત્ર આપી કરી હતી.
આવેદન પત્ર આપી માંગણીઓ કરવામાં આવી હતી કે, ગુજરાત રાજ્યના માજી સેનિક સંગઠન દ્વારા તેઓની ૧૪ માંગણીઓ સ્વીકારી લેવામાં આવે અને જલ્દી આંદોલનનો સંતોષકારક ઉકેલ લાવવામાં આવે. શહીદ કાનજીભાઈ મથોલીયાના પરિવારને એક કરોડ રૂપિયા શહીદ સન્માન રાશિ આપવામાં આવે. સમગ્ર ઘટનાની હાઇકોર્ટના નિવૃત જજ પાસે જ્યુડિશિયલ તપાસ કરવામાં આવે. દેશની રક્ષા કરનાર વીર સેનિકોએ અને શહીદના પરીવારજનોએ રસ્તા પર ઉતરીને આંદોલન કરવું પડે તે ખુબ જ દુઃખેદ કહેવાય? સરકારશ્રી ઉપરોક્ત તમામ માંગણીઓ ઉપર જલ્દીથી નિર્ણય કરે.
