તાપી જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા કલામહાકુંભનુ આયોજન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અંતર્ગત તા. ૩૦ / ૦૮ / ૨૦૨૨-૨૩ ના રોજ કલામહાકુંભનુ આયોજન કરાયુ હતુ જેમા સંસ્કાર સમૃદ્ધિ, પ્રાચિન ગરબા, લોકગીત, ભજન અને નૃત્યકલા જેવા વિવિધ સ્પર્ધાઓનુ આયોજન બુહારી હાઇસ્કૂલમાં કરવામાં આવેલ જેમા જ્ઞાનપથ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના વિધાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોએ પણ ભાગ લીધો હતો, જેમા ક્રમાક મેળવનારના નામો નીચે પ્રમાણે છે. તાલુકા કક્ષાએપ્રાચીન ગરબા 21 થી 49 વયજૂથ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવેલ છે. (શિક્ષક ગૃપ) તાલુકા કક્ષાએપ્રાચીન ગરબા 6 થી 14 વયજૂથ સ્પર્ધામાં તૃતીય ક્રમ મેળવેલ છે. (વિધાર્થી ગૃપ) • તાલુકા કક્ષાએ પટેલ ભાવિકાબેને લગ્નગીત માં બીજો ક્રમ મેળવેલ છે (શિક્ષીકા) તાલુકા કક્ષાએ પટેલ હાર્દિક બી. (લોક ગીતમાં બીજો ક્રમ) તેમજ જ્ઞાનપથ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ તરફથી ભાગલેનાર જીતેન્દ્ર આર . ચૌધરી, સંગીતા એમ. મોહનભાઇ, ધ્યાનિ કે. પાવાગઢી ઉપરોક્ત તમામ સ્પર્ધકોને શાળા પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવે છે.
