ચાલુ ટ્રેનમાંથી પડી જતા મરનાર અજાણી મહિલાના વાલી વારસોની ભાળ મળ્યેથી રેલ્વે પોલીસને જાણ કરશો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રેલ્વે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ અ.મો. 129/2022. સી.આર.પીસી. કલમ 74 મુજબ મરનાર એક અજાણી મહિલા ઉ.વ. ૩૫ ના આશરાની તા .૦૪ / ૦૭ / ૨૦૨૨ ના કલાક ૦૮/૧૩ વાગ્યા પહેલા લક્કડકોટ રેલ્વે સ્ટેશન કિ.મી.ન .૮૩ / ૧૭ પાસે કોઇ પણ ચાલુ ટ્રેનમાંથી પડી જવાતા ગંભીર ઇજાઓના કારણે સુરત સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે. જે મરનાર મહિલાની લાશની ઓળખ થયેલ જ્યારે સ્ત્રીની ઓળખ થયેલ નથી. મરનાર અજાણી મહિલાના વાલી વારસોની ઓળખ થાય તો વ્યારા રેલ્વે આઉટ પોસ્ટ અથવા સુરત રેલ્વે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
લાશનું વર્ણન – મરનાર એક અજાણી સ્ત્રી ઉ.વ .૩૫ ના આશરાની જેણે અંગમાં બ્લ્યુ કલરનો લાલ ડીઝાઇન વાળો કુરતો તથા તેની નીચે પિસ્તા કલરની ઇનર તથા બ્લ્યુ કલરનો પાયજામો તથા જાંબુ કલરનો જાંગીયો પહેરેલ છે. બાંધો મધ્યમ અને શ્યામ વર્ણની. જેની ઉંચાઇ ૫×૦ જેના જમણા હાથની કલાઇમાં હિન્દીમાં “ઉર્મીલા”નું છુંદણુ ત્રોફાવેલ છે.