હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ સાથે નાગરિકોનો વ્યક્તિગત સંબંધ સ્થાપિત કરવાનો છે : શ્રીમતી જયાબેન ભગવાગર

Contact News Publisher

પ્રાથમિક શાળા અને પંચાયત આયોજીત તિરંગા રેલીને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ભારત સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે. દેશવાસીઓનાં હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનાં ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત શરૂઆત કરવામાં આવી છે.
સમગ્ર રાષ્ટ્રમાં દેશભક્તિનો જુવાળ પ્રચંડ વેગ પકડી રહ્યો છે ત્યારે ઓલપાડ તાલુકાનું કાંઠા વિસ્તાર સ્થિત નાનકડું ભગવા ગામ આમાંથી બાકાત રહ્યું ન હતું. ગામની સરકારી પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો. બેન્ડવાજા સાથે દેશભક્તિનાં નારા સાથે નીકળેલી આ રેલીમાં ઓલપાડ તાલુકા પંચાયતનાં માજી પ્રમુખ શ્રીમતી જયાબેન ભગવાગર, સામાજિક કાર્યકર સુનિલભાઈ ભગવાગર, ગામનાં સરપંચ અને પંચાયત સભ્યો, આંગણવાડી બહેનો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો ઉપરાંત ગામમાં બહુલ વસ્તી ધરાવતાં લઘુમતી સમાજનાં ભાઈ-બહેનો મોટી સંખ્યામાં સહર્ષ જોડાયા હતાં.
આ પ્રસંગે તાલુકા પંચાયતનાં માજી પ્રમુખ શ્રીમતી જયાબેન ભગવાગરે જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ સાથે નાગરિકોનો વ્યક્તિગત સંબંધ સ્થાપિત કરવાનો છે. સરકારશ્રીને લાગે છે કે ભારતીયો રાષ્ટ્રધ્વજ સાથે ખૂબ જ ઔપચારિક બંધન ધરાવે છે. દેશ સાથે સંબંધિત દરેક વસ્તુ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલું રહેવું ખૂબજ મહત્વપૂર્ણ બાબત છે. જેનાં પગલે સરકારશ્રીએ હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું જેમાં દરેક ભારતીયને 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તક મળે છે.
સમગ્ર તિરંગા રેલીનું સફળ આયોજન સ્થાનિક શાળાનાં ઉપશિક્ષિક અને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ ગિરીશભાઈ પટેલે પરસ્પરનાં સહયોગથી કર્યુ હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other