અરજદારને તાત્કાલિક વિનામૂલ્યે માહિતી આપવાના હુકમને ઘોળીને પી જતી નિઝર તાલુકા પંચાયત કચેરી !!
નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તાત્કાલિક વિનામૂલ્યે અરજદારને માહિતી આપવાનો આદેશ કર્યો હતો જેને નિઝર તાલુકા પંચાયતની કચેરી ઘોળીને પી ગઈ !!
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : નિઝર તાલુકાના રાયગઢ ગ્રામ પંચાયતમાં જાગૃત નાગરીક અને આર.ટી.આઈ. એકટીવિસ્ટ અમરસિંગભાઇ નાઇક દ્વારા મનરેગા યોજના હેઠળ 2012 થી 2019 સુધીમાં થયેલ કામો, રાયગઢ ગ્રામ પંચાયતમાં વિવિધ વિકાસનાં કામોની, યોજનાઓની માહિતી માગવવામાં આવી હતી. તમામ માહિતી આર.ટી.આઈ. હેઠળ માગતા તાલુકા પંચાયત કચેરી નિઝરમાં સોપો પડી ગયો હતો. નિઝર તિલુકામાં માહિતી અધિકાર હેઠળ માહિતી માગવા છતા પણ તાલુકા વિકાસ અધિકારીએ સમય વિતી ગયા છતાં અરજદારને માહિતી આપી નથી ? તાલુકા પંચાયત કચેરી નિઝર પર સવાલ ઉઠે છે કે અરજદારને કેમ માહિતી આપવવામાં નથી આવતી ? શું ખરેખર નિઝર તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ/કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં સામેલ છે ? જો નહિ તો માહિતી કેમ છુપાવવામાં આવે છે ? નિઝર તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ ઉપર આવા અનેક પ્રશ્ન ઉઠે છે ? નિઝર તાલુકા પંચાયત કચેરીમાંથી માહિતી ના મળતા આખરે અમરસિંગભાઇ નાઇક આ મામલે જિલ્લા મથકે પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ રાયગઢના જાગૃત નાગરીક અને આર.ટી.આઈ. એકટીવિસ્ટ અમરસિંગભાઇ નાઇકે તારીખ: 5/7/2019ના રોજ રાયગઢ ગ્રામ પંચાયતની વિવિધ માહિતી માંગી હતી. પરંતુ એક મહિનો અને આઠ દિવસ થયા બાદ પણ માહિતી આપવામાં આવી ન હતી. માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ માહિતી પુરી ના પાડવવામાં આવે અને જો સમયમયૉદા વિતી ગયા છતાં માહિતી પુરી પાડવામાં નહિ આવે તો અપીલ કરી શકાય છે. અમરસિંગભાઇને સમયમયૉદામાં માહિતી પુરી પાડવામાં નહિ આવતા તે અંગે તારીખ: 22/9/2019નાં રોજ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અરજદારે પ્રથમ અપીલ દાખલ કરી હતી. જેમણે જાહેર માહિતી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી નિઝરને પુછ્યું હતું કે માહિતી અરજદારને કેમ આપવામાં આવી નથી ? જે મુદા ઉપર નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તાપીએ હુકમ કરતા જણાવ્યું કે, તમામ હકકીતો ચકાસતા જાહેર માહિતી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી નિઝર તરફથી અરજદારને સમયમયૉદામાં માહિતી પુરી પાડવામાં આવી નથી કે રેકડ ઇન્સપેકશન માટે જાણ કરવામાં આવી નથી. જે ખુબ જ ગંભીર બાબત છે. જે ધ્યાને લઇ અરજદારને માંગેલી માહિતી 15 દિવસની અંદર વિનામુલ્યે નિઝર પંચાયત કચેરીની જાણ હેઠળ પુરી પાડવાની રહેશે. પરંતુ આ હુકમને પણ 15 દિવસ પુરા થઈ ગયા છે છતાં પણ અરજદારને તાલુકા વિકાસ અધિકારીએ માહિતી આપી નથી. નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હુકમની પણ તાલુકા વિકાસ અધિકારી પર કોઇ અસર થતી દેખાતી નથી. તાલુકા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હુકમનુ પણ પાલન કરતા નથી ?
ખરેખર તો નિઝર તાલુકા પંચાયતમાં વારંવાર નિયમભંગ કરવામા આવે છે એનું ઉત્તમ ઉદાહરણ વાચકોની સામે છે, એનું બીજુ શું પ્રમાણ આપવું. નિઝર તાલુકા પંચાયતની કચેરીમાં જ કેમ આર.ટી.આઇ. કરવામાં આવે છે તે વાચકોએ વિચારવા જેવી બાબત છે. કેમ વારંવાર નિઝર તાલુકામાં આર.ટી.આઇ. કરવામાં આવે છે, શું નિઝર તાલુકો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ સામેલ છે ? આ પ્રશ્ન નિઝર તાલુકાના અધિકારીઓ ઉપર ઉઠી રહયો છે.