તાપી : ફરી એક વાર વેલદા ગામમાં ભ્રષ્ટાચારનો અખાડો ફાટી નીકળ્યો ?!
જિલ્લા વિકાસ અધિકારી વેલદા ગામની મુલાકાત કરે એવી ગ્રામજનોનિ અપેક્ષા ?
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના છેવાડાના નિઝર તાલુકાના વેલદા ગામમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની રાવો ઉઠી રહી છે.
નિઝર તાલુકાના વેલ્દા ગામમાં મનરેગા અંતર્ગત શિવ મંદિર પાસે ચેકડેમ ડિસિલ્ટિંગનું કામ, આ કામમાં તાલુકા પંચાયતના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના સરપંચ તલાટી, મેટ વગેરે ભ્રષ્ટાચાર કર્યાની રાવો ઉઠી રહી છે ? ચેકડેમ ડીસીલ્ટીંગ એટલે કે ચેકડેમને ઉડુુ કરવાનું કામ હોય છે. પરંતુ વેલદા ગ્રામ પંચાયતના અધિકારીઓ અને નિઝર તાલુકાના મનરેગા શાખાના અધિકારીઓ દ્વારા ખોટી રીતે કામો બતાવવામાં આવેલ છે. ખોટી રીતે મોસ્ટરો પર હાજરી ભરી પૈસા ઉપાડી લેવામાં આવે છે. ખરેખર તાલુકા પંચાયતના મનરેગા શાખાના અધિકારીઓ અને વેલદા ગ્રામ પંચાયતના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સામેલ છે ? નરેગા યોજનામાં તપાસ કરવામાં આવે તો કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે ? પરંતુ જિલ્લાનિ ટીમ તપાસ કરવા માટે વેલ્દા ગામમાં આવે છે. પરંતુ જિલ્લાથી એવા અધિકારીઓ આવે છે કે તે સેટિંગ કરીને જતા રહે છે ? જ્યારે જિલ્લામાં જ એવા અધિકારીઓ હોય તો તાલુકામાં કેમ નહીં હોય શકે ?નિઝર તાલુકા પંચાયતના નરેગા શાખાના અધિકારીઓ એટલા જાડી ચામડીના છે કે નરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં ચૂકતા નથી ? સરકાર અમને પગાર આપતી નથી એવું લાગી રહ્યું છે ? એટલા માટે નરેગા યોજનામાં ભ્રષ્ટાચાર વધારે પ્રમાણમાં થાય છે કે શું ? નિઝર તાલુકાના વેલદા ગામમાં ચેકડેમ ડીસીલ્ટીંગ કરવાની બદલે રસ્તા પર પાળ બનાવી દેવામાં આવેલ છે ? છતાં પણ નિઝર તાલુકાના મનરેગા શાખાના અધિકારીઓ દ્વારા પેમેન્ટ કરી આપેલ છે. ખરેખર લોકેશન વાળી જગ્યા પર કામ કરવામાં આવ્યું હોય ત્યારે જ પેમેન્ટ આપી શકાય. પરંતુ મનરેગા શાખાના અધિકારીઓ સેટીંગ કરી લેતા હોય છે. નિઝર તાલુકા પંચાતના નરેગા શાખાના અધિકારીઓ એટલા બેફામ બન્યા છે કે તેમને ઉપરી અધિકારીઓનો પણ ડર લાગતો નથી. એકમાત્ર વેલદા ગામ એવું છે કે જ્યાં દરેક ગ્રાંટમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. વર્ષોથી એટલો ભ્રષ્ટાચાર થાય અને તંત્ર પણ જાણે કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘે છે ? જ્યારે નિઝર તાલુકામાં કેટલાંક ગામોમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં અધિકારીઓ હાથ લાંબો કરીને ગજવા ભરી લીધા છે ! સરકાર દ્વારા નરેગામાં સો દિવસની મજુરી ગરીબ લોકોને આપવામાં આવે છે. પરંતુ નિઝર તાલુકાના અધિકારીઓએ સો દિવસની મજુરી પણ ના આપી શકે ? કેમકે ગરીબ લોકોને મજુરી આપી દે તો એ લોકો ખાશે શું ? જાણે કેટલી પણ ફરિયાદો થાય છતાં પણ તપાસ તો આવે છે પરંતુ તપાસની ટીમ સેટીંગ કરીને ભાગી જતી હોય છે ? જાણે જિલ્લાની ટીમ હોય કે પછી તાલુકાની ટીમ હોય એમને કઈ ફરક નથી પડતો ?
હાલમાં હવે જોવાનું રહ્યું કે નરેગા શાખાના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે કે પછી સેટીંગ કરી લેવામાં આવશે?આવનાર બે દિવસમાં બહાર પાડવામાં આવશે કે સેટિંગ થયું કે એમના પર કાર્યવાહી કરવામાં આવી.