જીલ્લા આરોગ્ય વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય કર્મચારી મંડળના પડતર પ્રશ્નોનો નિકાલ થયાના દાવામાં વિસંગતતા
આરોગ્ય મંડળને વિશ્વાસમાં લીધા વિના પ્રશ્નો નિકાલના દાવા એક તરફી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા આરોગ્ય મંડળ પાસે ઉપલબ્ધ માહીતિ મુજબ ૧૫૯ કર્મચારીઓના સી.પી.એફ.ખાતા ખોલવાના થતા હતા.જે પૈકી ૯૧ દરખાસ્ત જીલ્લા આરોગ્ય શાખામાં છેલ્લા દોઢ વર્ષથી પડતર હતી,જે પૈકી ફક્ત ૩૧ કર્મચારીઓના જ ખાતા ખોલી પ્રાન કીટ આપવામાં આવી, તો ૬૦ કર્મચારીઓની કાર્યવાહી કેમ નહીં કરવામાં આવી? જેમાં કંઈક અણછાજતુ થયુ હોવાની આરોગ્ય મંડળે શંકા સેવી છે.આ બેદરકારીની તપાસ કરી જવાબદાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવા માંગણી કરી છે.
“મેગા ડ્રાઈવ “નુ એક તરફી આયોજન કરી વિરોધાભાસ સર્જાવા પામ્યો છે.આરોગ્ય મંડળના ૧થી ૧૭ પડતર પ્રશ્નો પૈકી ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ની ૧૯ ,મપહેસુ ની એક,જીલ્લા અને પી.એચ.સી.નુ મહેકમ, ઉચ્ચતર પગારના ૪૩,કેસોના એરિયર્સ સહિત બાકી,૫૪ મપહેવની ખાલી જગ્યા અંગે કોઈ નક્કર પરિણામ નહી,ખાનગી અહેવાલ, સાતમા પગાર પંચના બાકી હપ્તા, વિવિધ એરિયર્સની બાકી રકમ,ટ્રાન્સપોર્ટ એલાઉન્સ,નિવૃત કર્મચારીઓના નિકળતા બાકી નાણા જેવા અનેક પડતર પ્રશ્નો અંગે ખાતામાં નાણા જમાં થયેલ ના હોવા છતા નિકાલ કર્યાના ખોટા નિવેદન આપી કર્મચારીઓને સરકારે આપેલા લાભોથી વંચિત રાખવા પ્રયત્નો થયેલ છે.જેથી તાપી આરોગ્ય મંડળ તેમા સખ્ત વાધોં લઈ રજુઆતો કરશે તેમ મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત, મંત્રી સંજીવ પટેલ મુખ્ય કન્વીનર રીબેકાબેન માટેએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.