ઓલપાડ તાલુકાની સેગવા પ્રાથમિક શાળામાં નવરાત્રિની પારંપરિક ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(દિપા મોરે દ્વારા, સુરત) : આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ; નોરતાં. આ દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આહવાન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. કેટલાંક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. આ ભોજનમાં બેથી દશ વર્ષની ઉમરની નવ કુમારિકાઓ હોય છે. આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે, કુમારિકા, ત્રિમુર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે.
ઉપરોક્ત પરંપરાને ઉજાગર કરવા ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સેગવા પ્રાથમિક શાળામાં સુરતનાં પ્રબુદ્ધ નાગરિક ડૉ.ગૌતમ દાસ ( હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, એસ.એમ.સી.ગાર્ડન ) અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી રાધા ગૌતમ દાસ ( પ્રોફેસર, નવસારી કોલેજ ) દ્વારા બાળકોને વિધિવત ચૂંદડી ઓઢાડી, પૂજાઅર્ચના કરી ભક્તિભાવપૂર્વક સંપૂર્ણ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ તેમણે તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી. શાળાનાં આચાર્ય નરસિંહ જીંજાલા તથા શાળા પરિવારે દાતાઓની આ સખાવતને હૃદયપૂર્વક વધાવી હતી. આ પ્રસંગે સાયણનાં સી.આર.સી.કો-ઓર્ડિનેટર મિતેશ પટેલે દાતાનો આભાર વ્યક્ત કરી હાર્દિક અભિનંદન પાઠવ્યા. હતા. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *