ઉત્તરાખંડ પ્રવાસે ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદને કારણે ફસાયા, મુખ્યમંત્રી એક્શનમાં આવ્યા
ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી તરફ કેદારનાથના દર્શન કરવા ગયેલા ગુજરાતીઓ પણ ભારે વરસાદ અને પુરની સ્થિતિને કારણે ફસાયા છે. આ ગુજરાતી બધા યાત્રીઓને રાજ્યમાં પરત લાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવી ગયા છે.
મુખ્યમંત્રિ ભુપેન્દ્ર પટેલે પુષ્કર ધામી સાથે કરી વાત
આ તકે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “ઉત્તરાખંડમાં થયેલી ભારે હિમવર્ષાને કારણે રાજ્યના યાત્રિકો ફસાયા છે તેના માટે તત્કાલ વ્યવસ્થા શરુ કરવામાં આવેલ છે.ઉત્તરાખંડના મુખ્યપ્રધાન શ્રી પુષ્કર ધામીજી સાથે સતત ટેલીફોનીક સંપર્ક ચાલુ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ પડખે રહી સૌની સલામતી માટે અહર્નિશ પ્રયાસ કરી રહી છે.