તાપી : કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત મોદલા ગામમાં પાણીનુ એક પણ ટીપુ લોકો સુધી પહોંચતુ નથી !!

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત મોદલા ગામમાં આવેલ પાણીની ટાંકી બનાવવામાં તો આવેલ છે, પરંતુ ગામમાં પાણીનુ એક પણ ટીપુ લોકો સુધી પહોંચતુ નથી ? તેમજ પાઈપલાઈન કરવવામાં આવેલ છે તે પાઇપ લાઈનમાં અમુક જગ્યા પર લીકેજ થયેલું જોવા મળે છે. એટલે પાણીની ટાંકીમાનું પાણી લિકેજ પાઇપ લાઇનમાંથી બહાર વેડફાઈ જાય છે અને ગ્રામજનો સુધી પાણી પોંહચતુ નથી. એક પણ નળમાં પાણીનું ટીપું પણ આવતું નથી ? ગામના ગ્રામજનો દ્વારા સરપંચ અને તલાટીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ વર્ષો વીતી ગયા છતાં પણ પાઇપ લાઈનનુ લિકેજ બંધ કરવામાં આવેલ નથી. અને નળમાં આજદિન સુધી પાણી આવ્યું નથી. ગ્રામજનો જણાવે છે કે વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ સ્થાનિક ગ્રામપંચાયતના અધિકારીઓ ઘોર નિંદ્રામાં પોઢી રહયા છે. સરકારશ્રી દ્વારા પાણી લોકો સુધી પોહચે એ હેતુથી વાસ્મો અને અન્ય યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે. આજના સમયમાં ગ્રામજનોને અને ઢોરોને પાણી ખુબજ જરૂરી છે. છતાં પણ ગામના સરપંચ અને તલાટીએ પાણીની મુદ્દા પર નિર્ણય ના લાવી શકે તો શુ મતલબ હોદ્દાનો ? હાલમાં જોવાનું રહયું કે ગ્રામજનોને પાણીની સુવિધાઓ કરવામાં આવશે ? કે પછી ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટરને ત્યાં રજૂઆત કરવામાં આવશે તે આવનાર સમયમાં ખબર પડશે ?

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other