રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના અને નારાયણ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ભરૂચ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન
Contact News Publisher
(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના અને નારાયણ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ભરૂચ દ્વારા ટંકારીયા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યું જેમાં ૧૮૦ દર્દીઓના વિવિધ રોગોના નિદાન કરવામાં આવ્યા. જેમાં રોટરીયન એવા ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા, રોટરી ક્લબ ભરૂચ ફેમિના પ્રમુખ શ્રીમતી મનીષાબેન ઠાકોર તથા અન્ય રોટરીયનો હાજર રહ્યા.