તાપી જિલ્લામાં તા.15મી જુલાઈથી યોજાનાર SSC/HSC પરીક્ષા સંદર્ભે જાહેરનામું

Contact News Publisher

તાપી જિલ્લાના 24 કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓ ધોરણ 10-12ની પરીક્ષાઓ આપશે

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : 08: આગામી તા. 15.07.2021ના રોજ તાપી જિલ્લામાં યોજાનાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10-12ની સામાન્ય/વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી તા.15/07/2021 થી તા. 28/07/2021 દરમિયાન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે. વળવીએ જાહેરનામુ બહાર પાડી તમામ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં 100 મીટરના ઘેરાવ વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્રિત થવા, હથિયાર કે મોબાઈલ ફોન લઈ જવા પર કે પરીક્ષાના સમય દરમિયાન તેના ઉપયોગ કે લાઉડ સ્પીકર વગાડવા, ૫રીક્ષા કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં અનઅઘિકૃત વ્યકિતઓના પ્રવેશ ૫ર તથા પરીક્ષા કેન્દ્રની 100 મીટરના અંતર સુઘીમાં ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા ઉપર મનાઈ ફરમાવી છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનારા સજાને પાત્ર થશે.
ઉપરોક્ત પરીક્ષાઓ માટે કુલ 24 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે જેમાં વ્યારાની- તાલુકા પ્રાથમિક શાળા, વિધા ગુર્જરી માધ્યમિક શાળા પનિયારી, મા શિવદુતિ સાયન્સ સ્કુલ, જે.બી.એન્ડ એસ.એ. સાર્વજનિક હાઈસ્કુલ ટાવરરોડ, શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલય ટાવરરોડ, શ્રી કે.બી.પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, શ્રી કે.બી.પટેલ પ્રાઈમરી સ્કુલ, શ્રી એમ.પી.પટેલ માધ્યમિક સ્કુલ, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, એલ.એચ.ભક્ત સાર્વજનિક હાઇસ્કુલ ઘાટા, સોનગઢ તાલુકામાં આદર્શ નિવાસી માધ્યમિક શાળા, સાર્વજનિક હાઇસ્કુલ, નૂતન વિદ્યામંદિર, યુનિક વિદ્યાભવન, વાલોડમાં શ્રી સ.ગો.હાઇસ્કુલ, શ્રી જી.સી.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા, બી.ટી.એન્ડ કે.એલ.ઝવેરી સાર્વ હાઇ. બુહારી, શ્રી આર.વી.પટેલ ઉ.મા.શાળા બાજીપુરા, નિઝરમાં શ્રી આર.જી.પટેલ વિદ્યાલય, મોડેલ સ્કુલ નિઝર, ઉચ્છલમાં સાર્વજનિક હાઇસ્કુલ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) તથા તાલુકા પ્રાથમિક શાળા અને ડોલવણ ખાતે વિવિધલક્ષી વિદ્યાલય ખાતે પરીક્ષાઓ યોજાશે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *