તાપી : વાલોડ પોલીસે ખેતરોમાંથી મોટર ચોરી કરતી ટોળકીને પકડી પાડી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): મે . પોલીસ અધિક્ષકશ્રી તાપીએ તાપી જીલ્લામાંથી મિલકત સંબંધી ગુનાઓ બનાતાં અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના આપેલ જે અનુસંધાને એન.જે. પંચાલ પો.સબ ઇન્સ . વાલોડ પો.સ્ટે . તથા અ.હે.કો. અજયભાઈ સુદામભાઇ, અ.હે.કો. ધર્મેશભાઇ ઉમેશભાઇ તથા બીજા પોલીસ માણસો સાથે બુહારી આઉટ પોસ્ટ વિસ્તારમાં ખાનગી રાહે પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમિયાન અ.હે.કો.અજયભાઈ સુદામભાઈને મળેલ બાતમી હકિકત આધારે ગોડધા ગામની સીમમાં વોચ તપાસમાં હતા દરમ્યાન કાળા કલરની બજાજ પલ્સર મોટર સાઈક્લ નંબર GJ19 H 6277 ની ઉપર ( ૧ ) દિવ્યેશભાઈ સંજયભાઈ ઢોડીયા પટેલ રહે.ઘાણી પારસી ફળીયું તા.ડોલવણ જિ.તાપી તથા ( ૨ ) કિશનભાઈ ગુમાનભાઈ કોંકણી રહે . ગોલણ ખાડી ફળીયું તા.વાલોડ જિ.તાપીને એક સબ મર્સીબલ મોટર સાથે પકડેલ અને બન્ને ઇસમોએ પુછપરછ દરમ્યાન તેઓના મીત્ર ( ૩ ) જીગ્નેશભાઈ ગોકુળભાઈ પટેલ રહે . માછીસાદડા કોલા ફળીયું તા.મહુવા જિ.સુરત તથા ( ૪ ) કિશનભાઈ ભાણાભાઈ હળપતિ રહે . ઘાણી આશ્રમ ફળીયું તા.ડોલવણ જિ.તાપી સાથે મળી ડોલવણ તાલુકાના ઘાણી નિશાળ ફળીયામાં રહેતા પ્રફુલભાઈ નામનાં ખેડુતનાં ખેતરમાંથી ગઈ તા .૦૫ / ૦૭ / ૨૦૨૧ ના રોજ રાત્રીનાં સમયે ચોરી કરેલાની કબુલાત કરેલ જે બાબતે ડોલવણ પો.સ્ટે. એ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો નોંધાયેલ હોય જે આરોપીઓ પાસેથી કબ્જે કરી વણશોધાયેલ ચોરીનો ગુનો શોધી કાઢેલ છે. આ ચાર આરોપીઓની વધુ પુછપરછ કરતા તેઓએ ડોલવણ તાલુકાનાં બહેડા , ઘાણી , બામણમાળ , પથરીયા , તથા ડોલવણ ગામોમાંથી અલગ અલગ જગ્યાએથી ચોરીની કુલ મોટરો નંગ- ૯ તથા ઈલેકટ્રીક વાયરો આશરે ૫૦૦ મીટરની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ આરોપીઓએ ગોલણ ગામે આરોપી કિશનભાઈ ગુમાનભાઈ કોંકણીના ઘર પાસે ઝાડી ઝાખરામાં સંતાડીને રાખી મુકેલ તે કબ્જે લેવામાં આવેલ છે તથા આરોપીઓએ ચોરીમાં ઉપયોગમાં લીધેલ મોટર સાઈકલ -૧ તથા મોબાઈલ નંગ -૫ મળી કુલ્લે રૂપિયા ૧,૦૫,૦૦૦ / -નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી CRPC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીઓને CRPC કલમ -૪૧ ( ૧ ) ડી મુજબ ડીટેઈન કરવામાં આવેલ છે. આમ વાલોડ પોલીસે ખેતરોમાંથી મોટર ચોરી કરતી ટોળકીને પકડી પાડવામાં સફળતા મેળવેલ છે . તા .૦૮ / ૦૭ / ૨૦૨૧