મહિલા સામખ્ય દ્વારા નિઝર તાલુકાના વેલ્દા ગામથી ખેરવા સુધીના ૧૦ જેટલાં ગામોમાં વૃક્ષના છોડ વિતરણ કરવામાં આવ્યું
Contact News Publisher
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ તાપીના crp જ્યોતિબેન ઈલેશભાઈ વળવી અને પદ્મિનીબેન રમેશભાઈ વસાવે દ્વારા આજ રોજ નિઝર તાલુકાના વેલ્દા ગામથી ખેરવા સુધીના ૧૦ જેટલાં ગામોમાં વૃક્ષના છોડ વિતરણ કરવામાં આવેલ છે. આ પ્રસંગે પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. તેમજ પર્યાવરણ બચાવવામાં ઝાડનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામજનો પણ વૃક્ષ વિતરણમાં ભાગ લઇ વૃક્ષનું જતન અને કેવી રીતે વૃક્ષ આપણા જીવનમાં કેટલું જરૂરી છે અને પર્યાવરણ બચાવવાનો વૃક્ષનો મોટોભાગ છે. ખરેખર દરેક નાગરિકે એક એક વૃક્ષ રોપવું જોઈએ.