માંગરોળના લવેટ-ભડકુવા ગામે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

0
IMG-20210605-WA0006
Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): વિશ્વ પર્યાવરણ દિવસનાં ભાગરૂપે યુવાનો,વડીલો અને મહિલાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું. માંગરોળ તાલુકાના લવેટ અને ભડકુવા ગામે ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાનાં માર્ગદર્શન અને સહયોગથ વૃક્ષારોપણ કરવા માટે રોપા આપવામાં આવ્યા હતા ત્યારે આજે લવેટ અને ભડકુવા ગામના યુવાનો, મહિલાઓ અને વડીલો દ્વારા ગામમાં ધાર્મિક સ્થળોએ ૫૦ જેટલા છોડ રોપવામાં આવ્યા હતા અને વડીલો અને યુવાનો દ્વારા રોપવામાં આવેલ વૃક્ષોનાં ઉછેર અને પર્યાવરણની જાળવણી માટે સંકલ્પ કરાયો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other