લોકભાગીદારી થકી રસીકરણ અભિયાનમાં વ્યાપક પ્રતિસાદ : ૧૦૮૫૬૫ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 06: કોવિડ-૧૯ કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર દેશ સહિત રાજ્યમાં સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા તાપી જિલ્લા વહીવટી તંત્ર યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શનમાં કોરોનાને કાબુમાં કરવા માટે જિલ્લાના અંતરિયાળ વિસ્તારો સુધી જઈ સતત કોરોના અંગે, વેક્સિનેશન અંગે, માસ્ક-સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટેન્સિંગ વિશે, રક્તદાન અને પ્લાઝમા ડોનેશન અંગે, પ્રજાજનોને સમજણ પુરી પાડી રહ્યા છે. જિલ્લામાં ગ્રામિણ લોકભાગીદારી થકી રસીકરણ અભિયાનમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હર્ષદ પટેલ દ્વારા મળેલ માહિતી મુજબ અત્યાર સુધી તાપી જિલ્લામાં કુલ ૧૦૮૫૬૫ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં વ્યારામાં ૨૬૭૬૭, ડોલવણમાં ૧૩૫૦૫, વાલોડમાં ૧૪૫૩૯, સોનગઢમાં ૩૦૨૧૫, ઉચ્છલમાં ૧૦૧૧૮, નિઝરમાં ૮૪૮૧ અને કુકરમુંડામાં ૪૯૭૦ જેટલા લોકોને અત્યાર સુધી રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તાપી જિલ્લાની જાહેરજનતા જાગૃત નાગરિકોએ પોતાની નૈતિક ફરજ બજાવી પોતે સુરક્ષિત રહી પોતાના કુટુંબને અને સમાજને પણ કોરોનાના સંક્રમણથી બચાવી રહ્યા છે. ઉપરાંત ૧૮ થી ૪૫ વર્ષની વયના લોકોના કોરોના વેકિસનેશન માટે https://www.cowin.gov.in/home લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન કરી શકો છો.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Hi there, I hope you’re doing well.
I handle influencer relations for LeggingsHut. Great to meet you!
I stumbled across your account and thought your content would be perfect for us.
If you feel we’d make a good fit, I’d love to invite you to our referral program.
Use this link to visit, http://leggingscashteam.com
Sincerely,
Leggings Cash Team Judy