ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ચુંટણી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ -૧૯૭૨ ની કલમ -૩ ( ૨ ) વર્ગ – ખ ચૂંટાયેલા સભ્યોની જોગવાઈ મુજબ ખંડ- ( ૧ ) થી ખંડ- ( ૯ ) માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સામાન્ય ચૂંટણી -૨૦૨૧ તા .૨૫ / ૦૪ / ૨૦૨૧ ના રોજ યોજવા માટે નિયમોનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી . સમગ્ર રાજયમાં વિવિધ સંવર્ગના ૮૦,૦૦૦ કરતાં વધુ મતદારો આ ચૂંટણીમાં જિલ્લા / તાલુકાકક્ષાએ મતદાન કરી શકે તેવું આયોજન કરેલ છે.
Covid – 19 ની પરિસ્થિતિમાં રાજયના વિવિધ સંચાલક મંડળો , શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ઘટક સંઘો તેમજ ઉમેદવારો દ્વારા બોર્ડની સામાન્ય ચૂંટણી હાલના સંજોગોમાં મુલતવી રાખવા રજૂઆતો કરેલ છે . covid – 19 ની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે ધોરણ -૯ સુધી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સમગ્ર રાજયમાં બંધ કરવામાં આવેલ છે અને આઠ મહાનગર પાલિકા વિસ્તારમાં ધોરણ -૧ થી ધોરણ -૧૨ નું શૈક્ષણિક કાર્ય તા .૧૮ / ૦૩ / ૨૦૨૧ થી બંધ કરેલ છે તઉપરાંત રાજયમાં આઠ મહાનગર પાલિકાઓ તેમજ ૨૦ નગરોમાં રાત્રી કર્ફયુ અમલમાં છે આમ covid – 19 ની પરિસ્થિતિ ચૂંટણીની પ્રક્રિયાને વિપરિત અસર કરી શકે તેમ છે . ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન જિલ્લાકક્ષાના મતદાન મથકો ઉપર રોકાનાર ચૂંટણી સ્ટાફ તેમજ મતદારો એકઠા થવાના કારણે કોરોના સંક્રમણ વધવાની શકયતા ધ્યાને લેતાં તેમજ ઉપર જણાવ્યા મુજબની પરિસ્થિતિ અને રજૂઆતોને લક્ષમાં લઇ જાહેર હિતમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી -૨૦૨૧ તા .૨૫ / ૦૪ / ૨૦૨૧ ના રોજ યોજાનાર હતી . અત્યાર સુધી પૂર્ણ થયેલ ચૂંટણી પ્રક્રિયા સિવાયની બાકી રહેલ ચૂંટણી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવે છે . ભવિષ્યમાં covid – 19 ની પરિસ્થિતિના સંજોગો ધ્યાને લઇ બોર્ડની સામાન્ય ચૂંટણી -૨૦૧૧ ની મતદાનની તારીખ , મતગણતરીની તારીખ , પરિણામ જાહેરાતની તારીખ અને ચૂંટાયેલા ઉમેદવારોના નામ રાજયપત્રમાં પ્રસિધ્ધ કરવાની તારીખના નવા તબક્કાઓની જાહેરાત નવેસરથી કરવામાં આવશે . જેની ઉમેદવારો , મતદારો અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીશ્રી / કર્મચારીશ્રીઓએ નોંધ લેવી .
Rejult