અતુલ વેકરીયા અકસ્માત બનાવના માંગરોળ તાલુકામાં પડેલાં, ઘેરા પ્રત્યાઘાટ, સોમવારે,કેન્ડલમાર્ચ સાથે રેલી કાઢી,માંગરોળનાં મામલતદાર-PSI ને આવેદનપત્ર અપાશે.
સુરતમાં બનેલાં અતુલ વેકરીયા અકસ્માત બનાવના માંગરોળ તાલુકામાં ઘેરા પ્રત્યાઘાટ પડ્યા છે.અને આ બનાવ પ્રશ્ને સુરત જિલ્લા ભિલિસ્તાન ટાઇગર સેના, તારીખ 5 મી એપ્રિલનાં સોમવારે, માંગરોળનાં મામલત દાર અને PSI ને આવેદનપત્ર આપશે. સુરત ખાતે થયેલ અકસ્માત માં અતુલ બેકરી માલિક અતુલ વેકરીયાએ નશાની હાલતમાં ગાડી ચલાવી અકસ્માત કર્યો અને પોલીસે એના વિરુદ્ધમાં 304 કલમ ઉમેરવા ના બદલે હલકી કલમો નાખી જામીન મુક્ત કરી દીધા. એના વિરુદ્ધમાં તારીખ 05 એપ્રિલના રોજ કેન્ડલ માર્ચ સહિત મામલતદાર માંગરોળ અને પોલીસ સબ ઇન્સ્પેકટર, માંગરોળને એક આવેદનપત્ર આપી વિરોધ નોંધવવામાં આવશે અને જો આવા નસેદિયા વિરુદ્ધ જલ્દી કાર્યવાહી નહીંં કરી ધરપકડ કરવામાં નહી આવે તો પ્રશાસન વિરુદ્ધ ધરણા ગોઠવવામાં આવશે.તો તમામ ભિલિસ્તાન ટાઇગર સેના સુરત જિલ્લાના કાર્યકરોને મોટી સંખ્યામાં હાજર રહી ઉર્વશી બેનને ન્યાય અપાવવા સવારે 10 વાગ્યે મોસાલી ચાર રસ્તા ખાતે ભેગા થઈ અને પગપાળા કેન્ડલ માર્ચ લઈ માંગરોળ માંંમલતદાર કચેરી ખાતે પોહચી આવેદનપત્ર આપશે.
રિપોર્ટ:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)