તાપ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે વર્લ્ડ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા , વ્યારા) : ગુજકોષ્ટ સંચાલિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી દ્વારા વર્લ્ડ સાયન્સ ડે વિધા કન્યા છાત્રાલય વિરપુર ખાતે ઉજવાયો હતો . આજે વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ધોરણ – ૧૨ સાયન્સની વિદ્યાર્થીનીઓ સાથે વિદ્યા કન્યા છાત્રાલયમાં વિરપુર ખાતે ઉજવણી કરવામાં આવી હતી , જેમાં વિધાર્થીઓએ વિજ્ઞાન ગોષ્ઠિ કરી હતી. આજના દિવસનું વિશેષ મહત્ત્વ એ છે કે શાંતિ અને વિકાસનો પર્યાય વિશ્વવિજ્ઞાન દિવસ છે . વિજ્ઞાન થકી નવીન સંશોધનો , અભ્યાસ , ટેકનીકલ પ્રયોગો , ઊર્જા નિર્માણ , પ્રદૂષણ મુકિત , વાયુ નિયંત્રણ વૈદકિય જાગૃતિ લાવી શકયા છે . તઉપરાંત દેશ – દુનિયામાં સામાજીક અભિયાન રૂપી શાંતિ – સદભાવના બનાવી રાખવા માટે પણ આજનો દિવસ મહત્વનો છે કે જેથી આવા દિવસોની ઉજવણી થકી સંકલ્પ લઈ તેમાં નવીન સતવિચારોની પરંપરાઓ જાળવી અમલીકરણ તરફ ભગીરથ સંનિષ્ઠ પ્રયાસોના આરંભ માટે ઊજાગર કરવા. આ દિવસે જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દિલ્હી , ગુજરાતના માધ્યમ થકી ગુજકોષ્ટ સંચાલિત સી.એસ.સી.માં વિશ્વ વિજ્ઞાન દિવસ વિવિધ સંકલ્પો પરિપૂર્ણ થાય તેવા પ્રકલ્પો શાંતિ અને વિકાસને મૂર્તિમંત્ર કરવા.