ભરૂચ નગરપાલિકા દ્વારા અંદાજીત રૂ. ૯૩ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
ભરૂચના લોકલાડીલા ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલના વરદ્ હસ્તે વોર્ડ નંબર ૭ના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરાયું
(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર): ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૭ના વિવિધ કામોનું જેની અંદાજીત રકમ રૂ. ૯૩ લાખના ખર્ચે બનનાર રોડ તથા અંડર ગ્રાઉન્ડ ગટરનું ખાત મહુર્ત ભરૂચના લોકલાડીલા ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલના વરદ્ હસ્તે કરવામાં આવ્યું જેમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા, વોર્ડના સભ્યશ્રી અજયભાઈ રાણા, શ્રી બાબુભાઇ વસાવા,શ્રીમતી પારૂલબેન કાયસ્થ, શહેર પ્રમુખ શ્રી ધનજીભાઈ ગોહિલ, શહેર મહામંત્રી શ્રી જતિનભાઈ શાહ, કાર્યકર્તાશ્રીઓ તથા સ્થાનિક રાહીશો હાજર રહ્યા.
૧- કલરવ સ્કુલ પાસેથી દાંડિયા બજાર મચ્છી માર્કેટ સુધી નો આ.સી.સી. ટ્રીમીક્ષ રોડ તથા અંડર ગ્રાઉન્ડ બોક્ષ ગટર બનાવવા સાથે,
૨-ભરૂચ ડેપો લકી સોડાથી કલરવ સ્કુલને જોડતો આ.સી.સી.ટ્રીમીક્ષ રોડ તથા અંડર ગ્રાઉન્ડ બોક્ષ ગટર બનાવવા સાથે
3-ભીમાશંકર મહાદેવના મંદિર થી દાંડિયા બજારને જોડતો રસ્તો આ.સી.સી.ટ્રીમીક્ષ રોડ તથા અંડર ગ્રાઉન્ડ બોક્ષ ગટર બનાવવા સાથે