તાપી : સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારાનો ર૧મો સ્થાપના દિવસ ઉજવાયો

0
IMG-20210206-WA0028
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર , વ્યારા દ્વારા તા. ૦૫/૦૨/૨૦૨૧ ના રોજ કોલેજનો ર૧મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રાથનાથી કરવામાં આવી હતી અને ત્યારબાદ આચાર્ય ડૉ. (શ્રીમતિ) જયોતિ રાવ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યુ હતુ . ટ્રસ્ટના પ્રમુખશ્રી ડૉ . કનુભાઈ દેસાઈ તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય અને મા સરસ્વતિ અને હોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હનમનને પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવી. ટ્રસ્ટના સેક્રેટરી શ્રી નિખિલભાઈ રમેશભાઈ શાહએ સૌને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સમાપન ડૉ. હીમા પંડયા દ્વારા આભાર વિધિ સાથે કરવામાં આવી હતી. આ ઈવેન્ટ બાદ સર્વે સ્ટાફગણ અલ્પાહારનો આનંદ લીધો હતો તેમજ ડૉ. મન્સુર અલી દ્વારા આયોજીત રાષ્ટ્રિય કક્ષાના વેબિનારમાં જોડાયા હતા. ડૉ. જયોતિ રાવ મેડમના માર્ગદર્શન હેઠળ એકિટવીટી સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનો સહ – સંકલન કરવામાં આવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *