માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી, માંગરોળ, CHC ખાતે રસીકરણનો ચોથો રાઉન્ડ યોજાયો, TDO એ કરાવ્યો પ્રારંભ, પોલીસ સ્ટાફને રસી મુકવામાં આવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી,માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે તારીખ ૧ લી ફેબ્રુઆરીનાં કોરોનાં વિરૂધ્ધ રસીકરણનો ચોથો રાઉન્ડ યોજાઈ ગયો છે. પ્રથમ માંગરોળનાં તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઇ પટેલે લઈ આજનાં રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આજે માંગરોળ પોલીસ મથક ખાતે ફરજ બજાવતાં તમામ પોલીસ કર્મચારીઓને રસી મુકવામાં આવી છે. રસી મુકાવવા માટે આવેલાં તમામનું પ્રથમ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રસી આપી, ઓબ્ઝર્વેશન રૂમમાં તીસ મીનીટ સુધી બેસાડ્યા બાદ રજા આપવામાં આવી હતી.આ અંગે માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીનાં આરોગ્ય અધિકારી ડોક્ટર આર.પી.શાહી અને માંગરોળ, સરકારી રેફરલ હોસ્પિટલનાં અધિકક્ષક ડોક્ટર રાકેશભાઈ પટેલે સુંદર આયોજન કર્યું હતું.