વાંકલ હાઈસ્કૂલમાં ઓનલાઇન નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ.

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ગામે એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ઓનલાઇન નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી.જેમાં હરિઓમ આશ્રમ( સુરત) ના પૂજ્ય મોટાના જીવનચરિત્ર પર આધારિત ઓનલાઇન નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીઓ દ્વારા ઘરબેઠા નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાની પૂજ્યમોટાના જીવન ચરિત્રના પુસ્તકોનું વાંચન કરી ખુબ જ સરસ તૈયારી કરી શાળાના કુલ ૨૨૯ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લઇ મોબાઇલમાં વિડિયો બનાવી વર્ગ શિક્ષકોને મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ શિક્ષકો દ્વારા વિડીયો હરિઓમ આશ્રમના પ્રમુખ નવીનભાઈ ગાંધી અને ટ્રસ્ટી કૃષ્ણકાંત છત્રપતિ સેવાભાવી નવીનભાઈ રંગુનવાલાને મોકલવામાં આવ્યા.ટ્રસ્ટીઓ દ્વારા આ વિડિયો નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા.જેથી તેમણે સ્કૂલની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી પ્રથમ,દ્વિતીય,તૃતીયને ઇનામો અને દરેક વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા.વાંકલ હાઈસ્કૂલના આચાર્યશ્રી પારસભાઈ મોદી અને કેળવણી મંડળ તેમજ શિક્ષકો દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other