તાપી જિલ્લાનું ગૌરવ : જિલ્લા રમત-ગમત કચેરી વ્યારા આયોજીત વાદ્ય સ્પર્ધામાં વય જૂથ મુજબ હારમોનિયમ વાદનમાં પ્રથમ જિલ્લા માહિતી કચેરી વ્યારાના અલ્કેશકુમાર ચૌધરી, અક્ષરા ચૌધરી, ગામીત સંજના
જ્યારે તબલા વાદનમાં ડોલવણના ગામીત મહિમા, ખાનપુરના ચૌધરી જિગ્નેશ પી અને વાંસળી વાદનમાં લીપીકા મહાવીર પ્રથમ નંબરે આવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) : તા.૧૬ – તાપી જિલ્લા રમત-ગમત કચેરી વ્યારા દ્વારા વાજીંત્રો લોકવાદ્યો રજુ કરતા કલાકારો માટે ઓનલાઈન વર્ચ્યુઅલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંસળી,તબલા અને હારમોનિયમ વગાડતા કલાકારો માટે જુદી જુદી વય જૂથ શ્રેણીઓમાં 21 થી વધુ કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જિલ્લા રમત-ગમત કચેરીના જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીતે જણાવ્યું હતું કે કલાકારોની છુપાયેલી શક્તિઓ બહાર આવે તેમજ કલાકારોને પ્રોત્સાહન મળે તેવા ઉમદા પ્રયાસ સાથે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. ત્યારે કોરોના ઈફેક્ટ વચ્ચે પણ રાજ્ય સરકાર દ્વારા શહેર કે ગામડાઓના નાના-મોટા તમામ લોકો માટે વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ભરપુર પ્રયાસ કરવામાં આવે છે. આવા સમયે શહેરો અને ગ્રામ્ય સ્તરે રહેતા કલાકારો માટે જિલ્લા કક્ષાની તબલા, વાંસળી અને હારમોનિયમ વાદન કલાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાઓનું પરિણામ તા.૧૫/૦૧/૨૦૨૧ ના રોજ આવ્યું છે. જેમાં હારમોનિયમ વાદન ૬ થી ૧૪ વર્ષ પ્રથમ એમ.પી.પટેલ શાળાની અક્ષરા અરવિંદ ચૌધરી, દ્વિતિય ઓમ કિશોર સોંદરવા જ્ઞાનતીર્થ સ્કુલ સોનગઢ જ્યારે વાટિકા રેસીડેન્સી –યારા ખાતે રહેતી ગામીત સુહાસીની નિલેશ તૃતિય સ્થાને આવ્યા હતા.૧૫ થી ૨૦ વર્ષ જૂથમાં ઉ.બુ.કન્યા ડોલવણના ગામીત સંજના એ પ્રથમ,જ્યારે કોંકણી જાગૃતિ દ્વિતિય અને વિનય સાર્વજનિક વિદ્યામંદિર કેળકુઈના આહિર સાવન એસ. તૃતિય નંબરે રહયા હતા. વર્ષ ૨૧ થી ૫૯ વય જૂથમાં જિલ્લા માહિતી કચેરી,વ્યારા ખાતે ફરજ બજાવતા કલકવા-ગોડધા ગામના અલ્કેશકુમાર તુલસીભાઈ ચૌધરી પ્રથમ નંબરે આવ્યા હતા. ખુશાલપુરા ગામના ચૌધરી તનેશ આર.દ્વિતિય અને વાટિકા રેસીડેન્સી ખાતે રહેતા ગામીત રણજીત તૃતિય સ્થાને રહ્યા હતા.
વાંસળી વાદનમાં એકમાત્ર લીપિકા મહાવીર દીયા બીનહરીફ વિજેતા જાહેર થયા હતા. તબલાવાદનમાં ૧૫ થી ૨૦ વય જૂથમાં ઉ.બુ.કન્યા વિદ્યાલય ડોલવણના ગામીત મહિમા જે.પ્રથમ નંબરે અને કોંકણી જાગૃતિ સી દ્વિતિય અને કોંકણી સંજીતા એસ. તૃતિય નંબરે વિજેતા જાહેર થયા હતા. જયારે ૨૧ થી ૫૯ વય જૂથમાં વાલોડ તાલુકાના ખાનપુર ગામના ચૌધરી જિજ્ઞેશ પી.પ્રથમ, ચૌધરી આકાશ વી.દ્વિતિય અને ખુશાલપુરા ગામના ચૌધરી તેજસ કે તૃતિય ક્રમે વિજેતા જાહેર થયા હતા.
વિજેતા થયેલ ઉપરોક્ત કલાકારો હવે પછી રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ તમામ કલાકારોને જિલ્લા વહીવટીતંત્ર, ગ્રામજનો અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.