તાપી : કપુરા ગામની સીમમાં ટ્રક અડફેટે મોપેડ સવારનું સ્થળ ઉપર મોત
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાનાં કપુરા ગામની સીમમાં કપુરા થી રૂપવાડા ગામ તરફ જતા રોડ ઉપર ટ્રક ચાલકે ગફલત ભરી રીતે ચલાવીને કપુરાનાં મોપેડ સાથે એકસીડન્ટ કરી મોપેડ ઉપરથી નીચે પાડી નાખી માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા કરી સ્થળ ઉપર મોત નિપજાવી ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી છૂટયો.
આજે તા. ૧૬ મીનાં રોજ સવારે ૮:૩૦ કલાકના અરસામાં કપુરા ગામના રહેવાસી સુભાષભાઈ દિનુભાઈ ગામીત ઉ.વ. ૪૨ પોતાની બજાજ કંપનીનું એકસેસ મોટર સાયકલ નં . જી.જે. ર૬– એ.એ . ૮૩૨૭ ઉપર બેસીને હેલ્મટ પહેરીને કપુરા ગામથી વાલોડ નોકરી ઉપર જતા હતાં ત્યારે કપુરા ગામની સીમમાં કપુરા થી રૂપવાડા ગામ તરફ જતા રોડ ઉપર ભેંસના તબેલાની સામે રોડ ઉપર પહોંચતા રૂપવાડા તરફથી આવતી ટ્રક નં. જી.જે. ૨૧ – ટી -૫૪રરનાં ચાલકે પોતાના કબ્બાની ટ્રક પુર ઝડપે અને બે ફિકરાઈથી ગફલત ભરી રીતે ચલાવીને લાવતા સુભાષભાઈની મોપેડ સાથે એકસીડન્ટ કરી મોપેડ ઉપરથી નીચે પાડી નાખી માથામાં તેમજ મોઢા ઉપર તેમજ શરીરે ગંભીર ઈજા કરી સ્થળ ઉપર જ મોત નિપજાવી ટ્રક ચાલક પોતાના કબજાની ટ્રક મૂકી નાશી છૂટયો હતો.
જે અંગે વ્યારા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વધુ તપાસ વ્યારા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.સી. પરમાર કરી રહયાં છે.
