નિઝર પોલીસ દ્વારા વેલ્દા ટાંકી પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા,વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના વેલ્દા ટાંકી પર આજે રોજ રાતના સમયમાં નિઝર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નિઝર તાલુકા મહારાષ્ટ્રને અડીને આવેલ છે. અને વાહન ચાલકોએ ટ્રાફિક નિયમોનુ પાલન કરતા નથી. આજ રોજ નિઝર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમા ટુ વ્હીલર, ફોર વ્હીલર અને ટ્રકોનુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન માસ્ક પહેર્યા વગર, હેલ્મેટ વગરનાં ટુ વ્હીલર ચાલકો, સીટ બેલ્ટ ના પહેર્યા હોય તેવા વાહન ચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટુ વ્હીલર પર હેલ્મેટ વગર અને ત્રણ સીટ સવાર, ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ એમના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. અને ફોર વ્હીલર અને ટ્રકોને પણ ચેકિંગ દરમ્યાન આરસી બૂક, પીયુુસી, વીમો વગેરે કાગળો ચેક કરવામાં આવ્યાં હતા તેમજ દંડ ફટકારવામાં આવ્યો હતો.
