પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની અચોકકસ મુદ્દતની હડતાળ કો – વેકસીન કામગીરી ખોરંભે પડવાની આશંકા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકારની ૩૩ જિલ્લા પંચાયતોના અંદાજીત ૩૩ હજાર ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓ જેઓ ગ્રામીણ કક્ષાએ છેલ્લા દશ માસથી શનિ , રવિની રજા જાહેર જોયા વગર પ્રાણની આહુતી આપનાર કોરોના વોરિયર્સએ બે આંદોલનો કરવા છતાં રાજય સરકાર દ્વારા એક પણ માંગણી ન સ્વીકારતા તા . 12/01/21 થી અચોકકસ મુદતની હડતાળ પર ઉતરી જતા રાજય ભરની આરોગ્ય સેવાઓ અને કો – વેકસીનની કામગીરીની પુરજોશ તૈયારીમાં હાલ બ્રેક લાગી જશે .
પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓને ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા , મહામંત્રી વજુભા જાડેજા , મુખ્ય કન્વીનર સુરેશ ગામીતની સંયુકત્ત સહીથી બહાર પાડવામાં આવેલ આદેશમાં જણાવ્યા મુજબ રાજય સરકારને તા . ૨૦-૧૨-૨૦૧૮ અને તા . ૧૫-૧૨-૨૦૨૦ના આવેદાનપત્ર તથા તા . ૦૧-૦૧-૨૦૨૧ની આંદોલનની નોટીશ બાદ તા . ૧૧-૦૧-૨૦૨૧ની ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ડૉ . જયંતી રવિ સાથે સચિવાલય કોન્ફરન્સ હોલ સાતમાં માળે એક સત્તાવાર બેઠક યોજાય હતી . પરંતુ સાનુકુળ પ્રતિભાવ ન મળતા સફળ પરિણામ મળશે તેવી આશા પર પાણી ફરી વળતા તા . ૨૭-૦૨-૨૦૧૯ અને તા . ૨૫-૧૨-૨૦૧૯ના હડતાળ સમયના સમાધાન લેખિત ખાતરી બાદ સરકારમાં રજુ થયેલ ફાઈલો તા . ૮-૫-૨૦૧૯ , ૧૦-૫-૨૦૧૯ , ૧૪-૦૫-૨૦૧૯ અને ૨૨-૧૨-૨૦૨૦ના રોજ ગ્રેડ – પેની તમામ ફાઈલો અસ્વીકાર કરી સરકારે એક પણ લાભ ન આપવા નન્નો ભણતા આરોગ્ય મહાસંધે જડબેસલાક આંદોલનના કાર્યક્રમો આપતા તા . ૦૧-૨૦૨૧થી અચોકકસ મુદ્દતની હડતાળ તથા સત્યાગ્રહ છાવણી ખાતે ૫૦ ની સંખ્યામાં કોવિડ ગાઈડ લાઈન મુજબ પ્રતિક ઉપવાસ તથા ધરણા તેમજ કોવિડ -૧૯ અંર્તગત આરોગ્ય કર્મચારીઓ અસહકાર દાખવી રસી લેશે નહિ અને આપશે નહી ના આદેશો થતા ગ્રામીણ આરોગ્ય સેવાઓ સંપૂર્ણ ઠપ્પ થઈ જશે આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માંગણી આરોગ્ય સેવાના વર્ગ -૩ ના મ.મ.હે.વ , ફિ.હે.વ. સુપરવાઈઝર પુસ્ત્રી ફાર્માસીસ્ટ અને લેબોરેટરી ટેકનીશીયનના ગ્રેડ – પે સુધારવા આરોગ્ય કર્મચારીઓને ૮ કિ.મી.નીચેની ફેરણીનું ક્ષેત્રીય ભથ્થુ આપવા સહિત ૧ થી ૪ જેટલી માંગો ગત બે વર્ષથી પડતર રહેતા લેખિત ખાતરી બાદ કોઈ લાભ ન મળતા કોરોના વોરિયર્સે સરકાર સામે મોરચો ખોલ્યો છે તેમ ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા , મહામંત્રી વજુભા જાડેજા , મુખ્ય કન્વીનર સુરેશભાઈ ગામીત ઉપ પ્રમુખ સુભાષ શાહ , જયેશભાઈ શેઠ , કિલ્પાબેન પટેલ , કલ્પનાબેન પટેલ , મનદીપ બ્રહમભટ્ટ , આબીદ મન્સુરીએ એક સંયુકત્ત અખબારી યાદીમાં જણાવેલ છે .
ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા નીચે મુજબ કાર્યક્રમ જારી કરાયા છે.
:: આંદોલનના કાર્યક્રમો ::
( ૧ ) તા . ૧૨-૦૧-૨૦૨૧થી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે.
( ૨ ) સત્યાગ્રહ છાવણી , સેકટર -૬ , ગાંધીનગર ખાતે સમય ૧૧-૦૦ થી ૪-૦૦ કલાક દરમ્યાન મર્યાદિત સંખ્યામાં કોવિડ -૧૯ ની ગાઈડ લાઈન મુજબ પ્રતિક ઉપવાસ તથા ધરણા અંગેનો કાર્યક્રમ . ( યાદી મુજબ )
( ૩ ) કોવિડ -૧૯ અંર્તગત આંદોલન સમયગાળા દરમ્યાન અસહકાર દાખવી આરોગ્ય કર્મચારીઓ રસી લેશે નહી અને આપશે પણ નહી.