ગરીબ અને આદિવાસી એસ.ટી. કંડકટર ચૌધરી બાબુભાઈની ઇમાનદારી : સોનાની બુટી અને રોકડ રકમ ભરેલ પર્સ મુસાફરને પરત કર્યુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : એસ.ટી. ડેપો સોનગઢ ખાતે ફરજ બજાવતા કંડકટર ચૌધરી બાબુભાઈ વી. બેજ નંબર 1780 ની ફરજ તા. 04/01/2021ના રોજ જુનાગઢ થી સોનગઢ રુટ પર હતી તે દરમ્યાન એક મહિલા મુસાફર પોતાનુ પર્સ બસમાં ભૂલી જતા ફરજ પરનાં કંડકટરે તે પર્સ પોતાના કબ્જે લઇ પર્સ ચેક કરતા રોકડ રકમ અને સોનાની બુટી હતી. ત્યારે કંડકટરે સોનગઢ ડેપો ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સપેક્ટર ગફફારભાઇ શેખને ધ્વનિ સંદેશ દ્વારા જાણ કરી હતીં અને પછી પોતાની ફરજ પુરી થયા બાદ તે પર્સ ડેપો ખાતે જમાં કરાવેલ .
તા. 08/01/2021 સુધી પર્સ લેવા માટે કોઈ પણ વ્યક્તિ ન આવતાં ગફફારભાઇ એ ડેપો મેનેજર મનોજભાઈ ચૌધરીની રુબરુ હાજરીમાં પર્સ ચેક કરતા પર્સમાંથી રોકડ રકમ રુ. 13400/- તેમજ સોનાની બુટી મળી આવેલ હતી, પણ પર્સ માલિકનો સંપર્ક નંબર મળ્યો ન હતો પરંતુ તેઓ અંકલેશ્વરના રહેવાસી હોવાનો પુરાવા મળી આવેલ જેથી ગફફારભાઇએ અંકલેશ્વર ખાતે રહેતા પોતાના મિત્રો ને સંપર્ક સાધી તે અંકલેશ્વર ખાતે રહેતા મહિલા ના ઘરે જઇ તેઓનો સંપર્ક કરાવેલ ત્યારે ગફફારભાઇ એ તે મહિલા ને જણાવેલ કે તમારો પુરાવા રજુ કરીને સોનગઢ ડેપો ખાતે આવીને તમારુ પર્સ લઇ જાવ ત્યારે તા. 11/01/2021 ના રોજ અંકલેશ્વરના રહેવાસી મહિલા મુસાફર કુરેશી આરેફાબીબી મોહમ્મદ સિદ્ધિક સોનગઢ ડેપો ખાતે આવેલ. તેઓના પુરાવા જોઇ સાચા માલિકની ખાત્રી કરી ડેપો મેનેજરશ્રી મનોજભાઈ ચૌધરી ના હસ્તે પર્સ સોપવામાં આવ્યો હતો.
આજના કલયુગી સમયમાં આ ગરીબ અને આદિવાસી એસ.ટી. કંડકટર ચૌધરી બાબુભાઈની ઇમાનદારી ખરેખર બિરદાવવા જેવી છે.