કુકરમુંડાના બોરિકુવા ગામની સમસ્યાનું નિરાકરણ લાવવા કલેકટરશ્રીએ સ્થળ નિરીક્ષણ કરી માર્ગદર્શક સૂચનો કર્યા
તાપી કલેકટરશ્રીએ બોરીકુવા ગ્રામજનોને બાંહેધરી આપતા જણાવ્યું કે આ સમસ્યાને પ્રથમિકતાના ધોરણે હાથ ધરવામાં આવશે
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા): તારીખ:6/11/2019ના રોજ કુકરમુંડા તાલુકાના બોરીકુવા ગામ ખાતે તાપી જિલ્લાના કલેકટરસાહેબ મુલાકાત માટે આવ્યા હતા. જેને લઇ કુકરમુંડા તાલુકાના અધિકારીઓ બોરીકુવા ગામ ખાતે દોડતા થયા હતા ! જયારે પણ ઉપરી અધિકારીસાહેબ આવે ત્યારે જ કુકરમુંડાના અધિકારીઓ હરકતમાં આવે છે, આમ તો અહીનાં અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રા જ માણે છે ! તાપી જિલ્લાના કલેકટરસાહેબે બોરીકુવાના ગ્રામજનોની મુલાકાત લીધા પછી અક્કલકુવાથી આવતા દુષિત, ગંદા પાણીની સમસ્યા અંગે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. ગ્રામજનોએ પોતાની સમસ્યા અને પ્રશ્નો અંગે કલેકટરસાહેબ સાથે ચચૉ કરી હતી. દુષિત, ગંદા પાણીની ગટર અક્કલકુવામાંથી આવે છે, એના માટે તાપી જિલ્લાના કલેકટરસાહેબે અક્કલકુવાના મામલતદાર તેમજ અક્કલકુવાના સકૅલ, તેમજ અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી આ દુષિત, ગંદા પાણીની વહેતી ગટરની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે સૂચનો કયૉ હતા. તેમજ તાપી જિલ્લાના કલેકટરસાહેબે નંદુરબાર જિલ્લાના કલેકટરને લેખિતમાં રજુઆત કરવા જણાવ્યુ હતું. તાપી કલેકટરસાહેબે બોરીકુવા ગ્રામજનોને બાંહેધરી આપતા જણાવ્યું કે આ સમસ્યાને પ્રથમિકતાના ધોરણે હાથ ધરવામાં આવશે અને દુષિત, ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ વહેલીતકે કરવામાં આવશે. વધુમાં કુકરમુંડા તાલુકાના મામલતદારને પણ આ બાબતને પ્રાથમિકતા આપી ટીમ બનાવાનો આદેશ કલેકટરસાહેબે કર્યો હતો. કલેકટરસાહેબે કુકરમુંડા આરોગ્ય વિભાગને પણ તાત્કાલિક ધોરણે ગામમાં ફેલાતા રોગચાળાની પરિસ્થિતિને કાબુમાં રાખવા, બીમાર વ્યકિતની સારવાર તેમજ મચ્છરના ઉપદ્રવ પર નિયંત્રણ લાવવા માટે કુકરમુંડા તાલુકાના મામલતદારને જરુરી સૂચનો કર્યા હતા.