તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘે વિવિધ માંગણી મુદ્દે ધરણાં યોજી કલેકટરને આવેદનપત્ર સોંપ્યુ

Contact News Publisher

ગત તા. 14/09/2019ના રોજ વડોદરા ખાતે અખીલ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘની રાષ્ટ્રીય બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકમાં આંગણવાડી કાર્યકર તથા હેલ્પર બહેનોના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નો અંગે સરકારશ્રીનુ ધ્યાન આકર્ષીત અને માંગણી કરવા રાજધાની સહિત દેશના તમામ જીલ્લામાં તા. 04/11/2019 ના રોજ એક દીવસિય વિશાળ ઘરણા અને પ્રદર્શન કરવાનો નિર્ણય કરવામાં આવેલ હતો અને આ કાર્યક્રમના અંતે આ પ્રશ્નોને વાચા આપવા માનનીય વડાપ્રધાનશ્રી ને તથા રાજયના મુખ્યમંત્રીશ્રી ને આવેદન પાઠવવુ તેમ નક્કી થયેલ હતું.
પ્રદેશ લેવલ ઉપરથી લવાયેલ નિર્ણય મુજબ આજરોજ તાપી જીલ્લામાં તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘે વ્યારા ખાતે વિશાળ ધરણાં યોજ્યા હતાં. ધરણાના કાર્યક્રમના અંતે કલેકટરશ્રી તાપીને આવેદનપત્ર આપી સંઘે નીચે મુજબની માંગણીઓ કરી હતી.
આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવા. સરકારી કર્મચારી જાહેર ન થાય તે પહેલા કાર્યકરને 18000/- તેમજ હેલ્પરને 9000/- માસિક લઘુતમ વેતન ચુકવવામાં આવે, મિની આંગણવાડી કર્મચારીઓને પણ આ રીતે વેતન ચુકવવામાં આવે. આંગણવાડી કર્મચારીઓને પી.એફ., પેન્શન, ગ્રેજ્યુએટી તથા આરોગ્ય સુવિધા આપવામાં આવે, હાલમાં મળતી વિમાની રકમમાં વધારો કરવામા આવે. આંગણવાડી કાર્યકર/હેલ્પરને ઉમરનો બાધ હટાવી ૧૦૦ % જગ્યા પ્રમોશનથી ભરવામાંઆવે. માસિક રીપોર્ટ ઓનલાઈન મોકલવાનો ખર્ચ આપવામાં આવે. વેતનનું નિયમિત ચુકવણુ કરવામા આવે તેમજ નાસ્તાની રકમ સરકારશ્રીના આદેશ મુજબ એક મહિના એડ્વાન્સ ચૂકવવાની થાય છે તે ચુકવવામાં આવે. અંતર્યાળ તેમજ કઠિન વિસ્તારમાં કામ કરતી બહેનોને ડિફિકલ્ટી એલાઉંનશ ચુકવવામાં આવે. મહાનગર પાલિકા હસ્તકની આંગણવાડી કાર્યકરને સિનિયોરીટીના ધોરણે પ્રમોશન આપવામાં આવે. સરકારશ્રીના આદેશ મુજબ આંગણવાડી કર્મચારીઓ પાસેથી આંગણવાડી સિવાયની અન્ય કોઇ કામગીરી ન કરાવવી જેનું ચૂસ્તપણે અમલ કરાવવામાં આવે. ઓક્ટો-18 માં કરાયેલ પગાર વધારો તાત્કાલીક એરિયર્સ સાથે ચુકવવામાં આવે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *